ગુજરાત

મહેસાણાની એલસીબીએ ઉનાવા ભાંડું હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

મહેસાણાની એલસીબી ટીમે ઉનાવાના ભાંડુ રોડ ઉપર શંકાસ્પદ ઉભેલા કન્ટેનર અંગે બાતમી મળતા તપાસ કરી હતી. જેમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો ૯ લાખ ૭૬ હજાર ૫૨૧નો જથ્થો મળી આવ્યો હતો. જાેકે, કન્ટેનર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી ચાલક તેમજ તેના માલીક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની એલસીબી પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ દારૂ, જુગાર સહીતના કેસો શોધી કાઢવાની આપેલ સુચના મુજબ એલસીબી પીઆઇ જેપી રાવ તેમજ તેમની ટીમ ઓફીસથી પેટ્રોલીંગમાં નીકળતા બાતમી મળી હતી કે, સીએનજી પેટ્રોલ પમ્પથી ભાંડુ રોડ ઉપર એક શંકાસ્પદ હાલતમાં કન્ટેનર છે. જેથી બાતમીના આધારે કન્ટેનરમાં તપાસ કરતા ૯ લાખ ૭૬ હજાર ૫૨૧ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ તેમજ કન્ટેનર મળી કુલ રૂ. ૨૯ લાખ ૭૬ હજાર ૫૨૧નો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનર ચાલક તેમજ તપાસમાં નીકળતા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts