ભાભરની મોડલ સ્કૂલમાં જમવાનું બરાબર નહીં મળતા ૧૦૦ છાત્રાઓ ત્રણ દિવસ સુધી ન જમી

ભાભરની સરકારી મોડલ કન્યા હોસ્ટેલની ૧૦૦ વિદ્યાર્થિનીઓ સતત ૩ દિવસ ભૂખ હડતાળ પર રહી હતી. અને જમવાનું ટાળ્યું હતું. મામલાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતા એક ટીમ સ્કૂલમાં પહોંચી હતી અને સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા જે બાદ બાળકીઓએ ભોજન લીધું હતું. ભાભરની સરકારી મોડલ કન્યા હોસ્ટેલમા ૧૦૦ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ મા રહી અભ્યાસ કરે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોડલ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ફરિયાદો કરી છે કે જમવાનું તેમજ નાસ્તો મેનુ પ્રમાણે આપવામાં આવતો નથી તેમજ જમવા માં જીવાતો હોય છે. તેવી ફરિયાદો છતાં પગલાં ના લેવાતાના છૂટકે વિદ્યાર્થિનીઓ એ ભૂખ હડતાળ આદરી હતી.
અને સતત ૩ દિવસ ભોજન તેમજ નાસ્તો ના આરોગતા મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો હતો. વિદ્યાર્થીનીઓએ ફરિયાદો કરી હતી કે કેટલાક રૂમોના પંખા બંધ છે. જ્યારે પાણીનું ટાંકત પણ સફાઈ થતી નથી. પાણી પણ ઉપાડી ને જાતે લાવવું પડે છે. હોસ્ટેલ સંચાલન કરતા વોર્ડન મુકતાબેનએ જણાવ્યું હતું કે અમો મેનુ પ્રમાણે તેમજ યોગ્ય જ જમવાનું આપીએ છીએ. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર એ જણાવ્યું હતું કે સમગ્ર મામલે ટીમ ઘટના સ્થળે પહોંચીને સમાધાન કરાવ્યુ છે અને બાળકીઓને જમાડવામાં આવી છે. “
Recent Comments