fbpx
અમરેલી

લાઠી ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ સંમેલન નું આયોજન

લાઠી ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ સંમેલન નું આયોજન પી એમ જે એ વા મા મોજના હેઠળ “આયુષ્યમાન નું વરદાન” અંતર્ગત તા.૧૭-૧૦-૨૦૨૨ ના રોજ ગુજરાત રાજયના તમામ તાલુકા મથકે લાભાર્થીને આયુષ્યમાન પ્રતિકાત્મક કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં સમગ્ર રાજ્ય માં અંદાજિત 50 લાખ કાર્ડનું વિતરણ કરવાનું હોઈ જેના ભાગરૂપે લાઠી તાલુકા માં પણ આ કાર્યક્રમ ની ઉજવણી કરવાની હોઈ લાઠી તાલુકાના આયુષ્યમાન કાર્ડ ધારક તમામ લાભાર્થીઓ ને સોમવાર, ૧૭/૧૦/૨૦૨૨, કડવા પાટીદાર સમાજ ની વાડી લાઠી ખાતે બપોર 3 વાગ્યે આવવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા દ્વારા આહવાન કરેલ છે. આ કાર્યક્રમ માં આયુષ્યમાન કાર્ડ ધારક લાભાર્થીઓ ને મળતા લાભો વિષયક માહિતી ની સાથે, સંક્રામક અને પાણી જન્ય રોગો નિવારવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. જે અંતર્ગત આજ રોજ લાઠી ખાતે તમામ આરોગ્ય કેન્દ્રો અને અન્ય વિભાગ ના અધિકારીઓ સાથે સંકલન મીટીંગ નું આયોજન કરી કાર્યક્રમ અંગે માહિતગાર કરેલ હતા.

Follow Me:

Related Posts