અમેરિકામાં પાકિસ્તાની મંત્રીને જાહેરમાં લોકોએ ઉડાવી મજાક, અને મળી ગાળો
વૈશ્વિક ધિરાણ સંસ્થાઓ સાથે બેઠકમાં હાજરી આપવા અને રોકડની તંગીવાળા દેશ માટે નાણાકીય સહાય મેળવવા આવેલા પાકિસ્તાનના નાણામંત્પી ઇશાક ડાર વોશિંગ્ટનના ડ્યુલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અજાણ્યા લોકોએ તેમને અપશબ્દો કહ્યાં હતા. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર ગુરુવારે વાયરલ થયેલા એક વીડિયોમાં એરપોર્ટ પર ડારની કેટલાક લોકો મજાક ઉડાવતા જાેવા મળી રહ્યાં છે. ત્યાં તેમની સાથે પાકિસ્તાનના (અમેરિકામાં નિયુક્ત) રાજદૂત મસૂદ ખાન અને અન્ય અધિકારી હાજર હતા. વીડિયોમાં અજાણ્યા લોકો દ્વારા ડારને ચોર-ચોર કહેવામાં આવી રહ્યાં છે. એક વીડિયોમાં વ્યક્તિ જાેરથી કહી રહ્યો છે કે, તું ખોટો છે, તું ચોર છે. તેના પર જવાબ આપતા ડારે કહ્યું- તું જૂઠ્ઠો છે. ડોન અખબારના અહેવાલ પ્રમાણે ડારની સાથે વર્તમાન પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ પાર્ટીના વર્જીનિયા એકમના પ્રમુખ મણિ બટને તે અજાણ્યા લોકો સાથે ચર્ચા કરતા સાંભળી શકાય છે, જેમાં બંને તરફથી અપશબ્દો કહેવામાં આવ્યા છે. ડારે હાલમાં નાણામંત્રીનો પદભાર સંભાળ્યો છે.
તેની મિફ્તાહ ઇસ્માઇલની જગ્યાએ નિમણૂંક કરવામાં આવી છે. ડાર વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની વાર્ષિક બેઠકોમાં સામેલ થવા માટે વોશિંગટનમાં છે. પાકિસ્તાન દેશમાં આવેલા વિનાશકારી પૂર બાદ આંતરરાષ્ટ્રીય લોન સંસ્થાઓ પાસેથી લોનની શરતોમાં ફેરફારની માંગ કરશે. પાકિસ્તાનમાં આવેલા ભયાનક પૂરમાં ૧૭૦૦ જેટલા લોકોના મોત થયા છે. આ પ્રાકૃતિક આપદાને કારણે ૩.૩ કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને દેશને ૪૦ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે.
જેનાથી તે આશંકા વધી ગઈ છે કે દેશ પોતાની લોન ચુકવણીના વચનોને પૂરા કરી શકશે નહીં. આ પ્રથમવાર નથી જ્યારે પાકિસ્તાનના કોઈ મંત્રીએ વિદેશ યાત્રા પર મજાકનો સામનો કરવો પડ્યો હોય. પાછલા મહિને સૂચના મંત્રી મરિયમને લંડનના એક કોફી શોપમાં અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ પહેલા યોજના તથા વિકાસ મંત્રી અહસન ઇકબાલને પૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓએ પરેશાન કર્યાં હતા. એપ્રિલમાં પાકિસ્તાની શ્રદ્ધાળુઓના એક સમૂહે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની સાઉદી અરબ યાત્રા દરમિયાન મદીનામાં તેમના વિરુદ્ધ નારેબાજી કરી હતી.
Recent Comments