fbpx
ભાવનગર

આણંદમાં આયોજિત રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગરની કોલેજ રનર્સ અપ બની

આણંદ ખાતે આમંત્રિત રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિતમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ટીમે ભાગ લીધો હતો અને રનર્સ અપ બની હતી. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સેકન્ડ, રનર્સ અપ બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી હેન્ડબોલની ખેલાડીઓ ચુડાસમા પ્રાચી, વંકાણી તમન્ના, કામ્બડીયા રાણી, બાંભણિયા શ્રદ્ધા, દિહોરા કાજલ, ડાભી રીટા અને ડાભી રિદ્ધિએ આણંદ ખાતે આમંત્રિત હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કોલેજના ટ્રસ્ટીઓ અને શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts