fbpx
ગુજરાત

વલસાડ જિલ્લામાં ૧૭ હજારથી વધુ યુવા મતદારો નોંધાયા

ગુજરાત રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીની કામગીરીને પ્રથમ તબક્કાની કામગીરીને ભાગ રૂપે વલસાડ જિલ્લા સહિત રાજ્યના મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં ૧૭ હજારથી વધુ યુવા મતદારો નોંધાયા છે. તમામ મતદારોને લોકશાહીના મહાપ્રવમાં જાેડાવવા અહવાહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના ૮૦૮ મતદાન લોકેશન ઉપર ૧,૩૯૨ મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લામાં કુલ ૧૩.૨૬ લાખ મતદારો વલસાડ જિલ્લાની વિધાનસભામાં મતદાન કરશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યના મતદાર માતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

જેમાં મતદારો મતદાર યાદીમાં નામ સુધારો, નામ ઉમેરવું, નામ કમી કરવું, મતદાન મથક બદલવું સહિતના કામો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ વલસાડ જિલ્લામાં ૬,૮૨,૫૮૨ પુરુષ મતદારો અને ૬,૪૩,૮૬૭ મહિલા મતદારો અને ૧૫ અન્ય મતદારો મળીને વલસાડ જિલ્લામાં ૧૩,૨૬,૪૬૪ મતદારો નોંધાયા હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ૧૭ હજારથી વધુ નવા યુવા મતદારો પ્રથામ વખત મતદાન કરી લોકશાહીના મહા પર્વમાં જાેડાવવાનો અનુભવ મેળવશે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ યુવા મતદારોમાં પ્રથમ વખત અમૂલ્ય મતદાન કરવા અંગે ભારે ઉત્સુકતા.જાેવા મળી રહી છે.

ચૂંટણી વિભાગ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઈવીએમ અને વીવી પેટના માધ્યમથી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરશે તેમ ચૂંટણી વિભાગે જણાવ્યું છે. વલસાડ જિલ્લાના ૮૦૮ મતદાન મથક લોકેશન ઉપર ૧,૩૯૨ મતદાન મથકોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી વિભગની સુરક્ષા વચ્ચે ૧૩,૨૬,૪૬૪ મતદારો મતદાન કરી શકશે. મતદાન દરમ્યાન ડમી મતદારો દ્વારા મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપો નિવારવા માટે ફોટા વાળી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. જેને લઈને ડમી મતદાન અટકાવી શકશે. મતદારોને મતદાન કરતી વખતે ચૂંટણી કાર્ડ, અઢાર કાર્ડ સહિતના ફોટો વાળા ભારત સરકારના કોઈપણ ઓળખ કાર્ડ સાથે લાવવા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts