fbpx
ગુજરાત

ઊંઝા ગંજ બજારની દુકાનમાંથી તસ્કરો ૧૨.૭૩ લાખની ચોરી કરી થઇ ગયા રફુચક્કર

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા શહેરમાં દિવાળી ટાણે જ તસ્કરોએ મોટો હાથ માર્યો છે. જેમાં ઊંઝાના ગંજ બજારમાં આવેલી એક ટ્રેડર્સની દુકાનમાંથી તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે ઊંઝા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ઊંઝા શહેરમાં આવેલા ગંજ બજારમાં શાહ કિશોર બાબુભાઇની દુકાન નંબર-૫૧૦ મળી ભદ્ર નામની પેઢીમાં કામ કરતા કેશિયરે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, તેઓ ૧૬ ઓક્ટોબરે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પગારની જરૂર હોવાથી નોકરી કરતો ભવરલાલ પગાર લેવા આવ્યો હતો. ત્યારે કેશિયરે તિજાેરીમાંથી ૧૦ હજાર રોકડા આપ્યા હતા અને મજૂર પગાર લઇ જતો રહ્યો હતો.

કેશિયર સાંજે દુકાન બંધ કરી મણીભદ્ર અને મિત ટ્રેડર્સની પુરત રોકડ રકમ ૧૨ લાખ ૬૩ હજાર તિજાેરીમાં મૂકી લોક કરી ઘરે ગયા હતા. ત્યારબાદ સવારે દુકાનમાં આવતાં જ દુકાનના દરવાજાના તાળા તૂટેલા જાેઈ કેશિયર ચોંકી ઉઠ્‌યા હતા. દુકાનમાં સમાન વેરવિખેર કરી તસ્કરો તિજાેરી તોડી રોકડ રકમ ૧૨ લાખ ૬૩ હજાર અને ઓફિસના ખાનામાં પડેલું ડેલ કંપનીનું ૧૦ હજારની કિંમતનું લેપટોપ સહિત કુલ ૧૨.૭૩ લાખના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે કેશિયર અજાણ્યા તસ્કરો સામે ઊંઝા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts