fbpx
ગુજરાત

ગોધરા નજીક પીકઅપ ગાડીની ટક્કરે માતા-પુત્ર અને ભત્રીજાનું મોત

ગોધરા દાહોદ હાઈવે રોડ ઉપર લાડપુર પાસે બાઈક અને પીક-અપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જ ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યા હતા. ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામના માતા પુત્ર અને ભત્રીજાે આર્મીમાં ભરતી માટે આધારકાર્ડ કઢાવવામાં માટે ગોધરા ખાતે આવી રહયા હતા.ત્યારે લાડપુર નજીક એક ફૂલ ઝડપે આવતી પીકઅપ વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા રોડની સાઈડમાં ફંગોળાયા હતા અને ઘટના સ્થળે જ બે વ્યક્તિઓનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજતા ભારે ચકચાર પ્રસરી જવા પામ્યો હતો. આ પીકઅપ ચાલક અકસ્માત કરીને વાહન ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતની જાણ ગોધરા તાલુકા પોલીસને કરવામાં આવતા જ ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, મૃતક યુવરાજ નામના યુવકના લગ્નને આશરે બે વર્ષ જેટલો સમય થયો હતો અને હાલ દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

Follow Me:

Related Posts