fbpx
ગુજરાત

અમદાવાદમાં એક બાજુ સંરક્ષણમંત્રી બેઠા હતા, બીજી બાજુ એકે-૪૭માંથી ગોળીઓ વરસતી હતી

અમદાવાદ અને ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ પર સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણેય પાંખો દ્વારા કરવામાં આવતાં કરતબો નિહાળ્યા હતા. રિવરફ્રન્ટ પર એક તરફ રાજનાથ સિંહ બેઠા હતા તો બીજી તરફ સૈન્યના જવાનો છદ્ભ-૪૭માંથી ગોળીઓ વરસાવી રહ્યા હતા. આ દૃશ્યો જાેઈને ત્યાં ઊભેલા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. રિવરફ્રન્ટ પર યોજાયેલા ડિફેન્સ એક્સપોના ઉદઘાટન બાદ હવે રિયલ એક્શન જાેવા મળી રહી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર સાંજના સાડાપાંચ વાગ્યાના અરસામાં રાજ્યપાલ તેમજ દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાબરમતી રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સપો જાેવા માટે પહોંચ્યા હતા. રાજનાથ સિંહ સેનાના જવાનોનાં કરતબો નિહાળી રહ્યા હતા, ત્યારે જ અચાનક સૈનિકોએ બનાવેલી ચોકીમાં કોઈ ઘૂસી ગયું હોય તેમ લાગતાં સૈન્યના જવાનોએ છદ્ભ-૪૭થી સજ્જ થઈને આ ચોકી પર ધાણી ફૂટ ફાયરિંગ કર્યું હતું. એક પછી એક ફાયરિંગના અવાજે લોકોને પણ ચોંકાવી દીધા હતા. થોડા સમયમાં આ ચોકીમાં સ્મેક બોમ્બ નાખવામાં આવ્યો.

એ નાખતાં જ દુશ્મનો ઢળી પડ્યા હતા. ભારતની સરહદ પર દેશના જવાનો દુશ્મનોને મારવા જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એ જ ટેકનોલોજી અમદાવાદ શહેરમાં ઉપયોગ કરાઈ રહી છે. આ વખતે યોજાયેલા ડિફેન્સ એક્સપોમાં ડિફેન્સના જવાનો જેવી રીતે સરહદ પર દુશ્મનોનો સામનો કરે છે એવું જ આબેહૂબ દૃશ્ય અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કર્યું હતું. એક સમયે તો એવું જ લાગ્યું હતું કે જે બની રહ્યું છે એ ખૂબ જ ખતરનાક છે અને દેશના જવાનો આ પરિસ્થિતિનો સામનો રોજ કરે છે. ત્યારે આ જવાનો ખરેખર સન્માનને પાત્ર છે. દેશના જવાનો કઈ સ્થિતિમાં જીવના જાેખમ ઉઠાવીને કામ કરી રહ્યા છે. એ જાેઈને લોકોએ ચિચિયારી પાડી હતી. ખરેખર તો આ પ્રદર્શન હતું, તો એની વાસ્તવિકતા કેટલી ખતરનાક હશે. જવાનોનાં કરતબો જાેઈને ત્યાં હાજર તમામ લોકો જવાનોને સેલ્યૂટ કરી રહ્યા હતા. સારંગ હેલિકોપ્ટર મોરના પંખ સાથે ડિઝાઇન કરેલાં સારંગ હેલિકોપ્ટર આખા ડિફેન્સ એક્સપોની શાન બની રહ્યાં હતાં. હેલિકોપ્ટર દ્વારા એક-એક પલ દિલ ધડક કરતબોને કારણે લોકો બૂમો પાડી રહ્યા હતા.

એક સમયે એક ફૂટના અંતરેથી હેલિકોપ્ટર પસાર થયા હતા, ત્યારે લોકો અવાક બની ગયા હતા અને આ દૃશ્ય જાેઈને લોકો સેનાના શૌર્યને સલામ કરી રહ્યા હતા. ભારતમાં નેવીમાં આ બોટ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કારણ કે આ બોટ કોઈ ચલાવી રહ્યું નહોતું, કારણ કે એને રિમોટ કંટ્રોલથી અપડેટ કરવામાં આવતું હતું અને એના પર સીસીટીવી કેમેરા હતા. તેણે દુશ્મનના વિસ્તારમાં જઈને કોઈપણ વ્યક્તિને રેસ્ક્યૂ કરવા તેમજ ઓટોમેટિક ફાયર કરવાના સાથેનાં દૃશ્યો રજૂ કર્યા હતા. ભારતીય નૌસેનામાં આ બોટ ખૂબ જ મહત્તવની માનવામાં આવે છે અને એ અમદાવાદના રિવરફ્રન્ટમાં તરતી જાેવા મળી હતી.

રિવરફ્રન્ટ એક્સપો ૨૦૨૨માં નદીમાં ગોઠવાયેલા દુશ્મનોને ભારતીય જવાનના હાથે નાબૂદ કરવામાં આવ્યા હતા. એ સમગ્ર ઘટના લોકો જીવનભર ભૂલી ના શકે એવી હતી. નદીની વચ્ચોવચ એક ડોમ બનાવવામાં આવ્યો હતો અને એમાં દુશ્મનોની ઓઇલ રિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. એમાં ભારતીય જવાનો પહોંચ્યા હતા. જેમણે રિંગ પર એક્સપ્લોઝિવ ગોઠવ્યા હતા. એકદમ સન્નાટો હતો અને આ સન્નાટાની વચ્ચે જ કાનના પડદા હલાવી દે તેઓ બ્લાસ્ટ થયો હતો, જેણે જમીન અને પાણીમાં ધ્રુજારી ફેલાવી દીધી હતી.

Follow Me:

Related Posts