fbpx
રાષ્ટ્રીય

લાચાર પિતા બાઇકની ડેકીમાં લઈ ગયા બાળકનું શબ, આ વીડીયો તમને રડાવી દેશે

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. એક અસહાય પિતાએ પોતાના નવજાત શિશુની લાશને પોતાની બાઇકની સાઇડ બેગમાં લઈ જવા માટે મજબૂર થવું પડ્યું છે. અનેક પ્રયાસો છતાં હોસ્પિટલે તેમને એમ્બ્યુલન્સ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પીડિત પિતાએ આ ચોંકાવનારી વહીવટી બેદરકારીની ફરિયાદ કલેક્ટર કચેરીમાં કરી છે. અને મધ્યપ્રદેશમાં મોટી વહીવટી બેદરકારી સામે આવી જેમાં હોસ્પિટલના આ અમાનવીય વ્યવહાર બાદ પિતા નવજાતનો મૃતદેહ પોતાની બાઇકની ડેકીમાં નાખીને સીધા કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા. પીડિતે આરોપ લગાવ્યો કે ડોક્ટરે તેની પત્નીની ડિલીવરી કરવા માટે ૫ હજાર રૂપિયા માંગ્યા હતા.

પીડિત વ્યક્તિનો બાઇકની સાઇડની બેગમાંથી મૃતદેહ કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ મામલામાં વહીવટી બેદરકારીની આલોચના કરી રહ્યાં છે. ફરિયાદ મળ્યા બાદ સિંગરૌલીના કલેક્ટર રાજીવ રંજન મીણાએ તપાસના આદેશ આપ્યો છે. ઘટના સિંગરૌલી જિલ્લા હોસ્પિટલનો છે. ૧૭ ઓક્ટોબરે દિનેશ ભારતી પોતાની પત્ની મીનાની સાથે તેની ડિલીવરી માટે સિંગરૌલી જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોપ છે કે અહીં તૈનાત ડો. સરિતા શાહ પ્રસવમાં મહિલાની મદદ કરવાની જગ્યાએ તેને ખાનગી ક્લિનિકમાં જવા માટે કહે છે.

જ્યારે ક્લિનિકના કર્મચારીઓને ખબર પડી કે બાળકનું ગર્ભમાં મોત થઈ ગયું છે તો તેને પરત જિલ્લા હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા, જ્યાં માતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. પરિવારે પોતાના બાળકના મૃતદેહને ગામ લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગ કરી હતી. હોસ્પિટલે દિનેશને આવી કોઈ સુવિધા આપવાની નાપાડી દીધી હતી. ત્યારે મીનાના પતિ દિનેશ બાળકના શબને બાઇકની સાઇડ બેગમાં રાખીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. કલેક્ટર રાજીવ રંજન મીણાને ફરિયાદ કરી, ત્યારબાદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

Follow Me:

Related Posts