fbpx
રાષ્ટ્રીય

લિઝ ટ્રસે છોડી માત્ર ૪૫ દિવસમાં PM ની ખુરશી, ફરી રેસમાં ઋષિ સુનક અને બોરિસ જાેનસન

આર્થિક ર્નિણયો અને મહત્વપૂર્ણ લડાયક નેતાઓના રાજીનામાએ બ્રિટિશ પ્રધાનમંત્રી લિઝ ટ્રસે માત્ર ૪૫ દિવસમાં જ ખુરશી છોડવી પડી છે. હવે નવા પ્રધાનમંત્રી પદ ગ્રહણ ન કરે ત્યાં સુધી ટ્રસ કેરટેકર પીએમ રહેશે. પરંતુ તેમની આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રિટનમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું છે. પોતાના રાજીનામાની જાહેરાત કરતા લિઝ ટ્રસે સ્વીકાર્યું કે તે પોતાના જનાદેશને નિભાવવામાં સક્ષમ નથી અને તેથી રાજીનામું આપી રહ્યાં છે. સાથે તેમણે જાહેરાત કરી કે આગામી એક સપ્તાહમાં કંઝર્વેટિવ પાર્ટી નવા નેતાની પસંદગી કરી લેશે. પરંતુ આ વચ્ચે વિપક્ષી લેબર પાર્ટીએ તેને શરમજનક સ્થિતિ ગણાવતા તત્કાલ ચૂંટણી કરાવવાની માંગ કરી છે. કંઝર્વેટિવ પાર્ટીમાં લિઝ ટ્રસના મુકાબલે બીજા સ્થાન પર રહેલા ઋષિ સુનકની મજબૂત દાવેદારીથી લઈને પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જાેનસનની એકવાર ફરી પીએમ પદ પર વાપસી થવાની દરેક સંભાવના પર વાત થઈ રહી છે.

આમ પણ ટ્રસ પૂર્વ પીએમ જાેનસનની વિશ્વાસુ છે. ઓક્ટોબર ૨૮ સુધી આંતરિક ચૂંટણીની કવાયતથી નેતાની ચૂંટણી પર તસવીર સ્પષ્ટ થઈ જશે પરંતુ એટલું નક્કી છે કે બ્રિટનની સરકાર અને તેનો ખજાનો બે મહિના બાદ વધુ નબળી આર્થિક સ્થિતિમાં પહોંચવાનો છે. બ્રિટનમાં સૌથી ઓછા સમય સુધી પ્રધાનમંત્રીની જવાબદારી નિભાવી રાજીનામુ આપવાનો ટેગ લઈને જઈ રહેલા ટ્રસે એક દિવસ પહેલા સંસદમાં કહ્યું હતું કે તે યોદ્ધા છે અને રાજીનામુ આપશે નહીં, પરંતુ ૨૪ કલાકમાં ચિત્ર બદલી ગયું. તેમણે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર આવાસ બહાર લાગેલા મીડિયા કેમેરાની સામે આવીને રાજીનામાની જાહેરાત કરવી પડી છે. તેવામાં તે સવાલ ઉઠવો વ્યાજબી છે કે આખરે શું થયું કે ટ્રસે રાજીનામું આપવું પડ્યું? તેની પાછળ કેટલાક જૂના અને નવા કારણ છે.

તેમને આ ખુરશી બોરિસ જાેનસનના રાજીનામા બાદ મળી હતી, જે જૂનથી જુલાઈ ૨૦૨૨ વચ્ચે પાર્ટીગેટ અને ક્રિસ પિંચર વિવાદ જેવા મામલાથી ઘેરાયેલા હતા. સાથે બ્રિટનમાં વધતી મોંઘવારી અને આર્થિક નીતિઓને લઈને વધતી નારાજગીએ જાેનસનના કાર્યકાળને રસ્તામાં રોકી દીધો હતો. ત્યારબાદ એક લાંબી આંતરિક ચૂંટણી પ્રક્રિયા બાદ ૫ સપ્ટેમ્બરે લિઝ ટ્રસે ભારતીય મૂળના સુનકને હરાવી કંઝર્વેટિવ પાર્ટીમાં મુખિયાનું પદ જીત્યું અને પ્રધાનમંત્રી બન્યા હતા. લિઝ ટ્રસના પ્રધાનમંત્રી બન્યાના બે દિવસની અંદર બ્રિટનને મોટો આઘાત લાગ્યો અને તેમની નિમણૂંક કરનારા મહારાણી એલિઝાબેથનું નિધન થઈ ગયું હતું. તેવામાં પીએમ તરીકે ટ્રસની પહેલી મોટી જવાબદારી તો મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર રહ્યાં, જે માટે દુનિયાના ઘણા દેશના પ્રમુખો બ્રિટન પહોંચ્યા હતા.

Follow Me:

Related Posts