ગુજરાત

બે કરોડ નોકરીના વચનના પાલનના બદલે નોકરી મેળાનું નાટક : શક્તિસિંહ ગોહિલ

આજે વડાપ્રધાનએ નોકરીના મેળાનું સતત ટીવી ઉપર પ્રસારણ કરીને કેટલાક હજારને નોકરી આપવામાં આવી છે અને હવે આવી યોજનામાં ૧૦ લાખને નોકરી મળશે તેવી જાહેરાત કરી છે ત્યારે સવાલ એ છે કે, ૨૦૧૪ની ચૂંટણીમાં દર વર્ષે ૨ કરોડને નોકરી આપવાનું વચન આપ્યું હતું તેના બદલે આટલા વર્ષો પછી ૧૦ લાખ જ કેમ ? સંસદમાં એક સવાલના જવાબમાં ગત વર્ષે સરકારે જ સ્વીકારેલ કે, કોંગ્રેસના શાસનમાં જે નોકરી મળતી હતી તેમાં પણ ઘટાડો થયો છે અને નવી       ૨ કરોડ મળેલ નથી. ઘણા બધા ભારત સરકારના મંત્રીઓએ ભેગા થઈ ૨૦ હજાર જ નોકરી આપવાની વાત કેમ કરી ? 

સરકારમાં લાખો જગ્યા ખાલી છે તેનું શું ? જો સરકારને જુઠુ બોલવાની આદત જ નાં હોત તો અમારે પુરાવાઓ માંગવાની જરૂર ન હોત. પરંતુ સરકારના દ્વારા સતત જુઠાણું આવે છે માટે માંગણી કરીએ છીએ કે, આજે જે થોડા હજારને નોકરી આપી હોવાનો દાવો કરાયો છે તેમના નામ, કઈ નોકરી, કાયમી નોકરી કે કોન્ટ્રાક્ટ પ્રથાની ? આ જગ્યા માટેના ઈન્ટરવ્યું ક્યારે લેવાયા ? જગ્યા ક્યારથી ખાલી હતી ? અને જેને નોકરી આપી તેમનો મોબાઈલ નંબર શું ? ની વિગતો વેબસાઈટ ઉપર મુકીને જાહેર કરવામાં આવે.

       ખરેખર પ્રધાનમંત્રીએ નીચેના મુદ્દાઓ અંગે મૌન તોડીને જાહેરમાં વાત કરવી જોઈએ.

1)     કોંગ્રેસની રાજસ્થાન, છતીસગઢ અને ઝારખંડ સરકારે કર્મચારીને જૂની પેન્શન યોજના આપી છે.  તો ગુજરાતના કર્મચારીને ભાજપ સરકાર કેમ નથી આપતી ?

2)    ફિક્સ પગાર અને કોન્ટ્રેકટ પદ્ધતિથી જે યુવાનોનું શોષણ થયેલ છે તેમને પૂરતા પગાર સાથેની કાયમી નોકરી કેમ નહી ?

3)    મહેનત કરનાર યુવાન નોકરી માટે પરીક્ષા આપવા જાય છે ત્યારે પરીક્ષાના પેપર ફૂટે છે, અને ભાજપના નેતાઓની સંડોવણી કેમ નીકળે છે ?

4)    ગુજરાતની આંગણવાડીની બહેનો પોતાને ચોક્કસ વર્ગમાં સમાવીને પગાર ઘોરણની માંગણી કરે છે તેમને લધુતમ વેતન કરતા પણ ઓછુ વેતન કેમ ?

5)    આરોગ્ય વિભાગમાં ટેકનિકલ કામ કરતા કર્મચારીઓને ટેકનિકલમાં કેમ  નથી ગણવામાં આવતા ?

6)    વિવિધ કેડરના અને વિવિધ વિભાગના અનેક કર્મચારીઓ તેમના પ્રશ્નો ઉકેલવા માંગણી કરે છે તેને ન્યાય કેમ નહી ?

       ગુજરાતમાં ચૂંટણી આવી છે અને યુવાનો તથા ગુજરાતના લોકોનો ભાજપ સરકાર સામે રોષ છે ત્યારે ૨ કરોડ નોકરીના વચનના પાલનના બદલે નોકરી મેળાનું નાટક માત્ર થઈ રહ્યું છે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

Related Posts