પોરબંદર સહિત રાજયના ફીશીંગ બોટ ધારકોને સરકારે મહત્વની જાહેરાત કરવામાં આવી
પોરબંદર સહિત રાજયના ફીશીંગ બોટ ધારકોને સરકારે ડબલ દિવાળી બોનસ આપ્યો હોય તેમ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજયના બોટધારક માછીમારો નિર્ધારીત ડીઝલ પંપને બદલે જીએફસીસી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ડીઝલ પંપ ઉપરથી ડીઝલની ખરીદી કરી શકશે ઉપરાંત વેટ રીફંડ યોજનામાં ૮૦૦૦ સુધીનો વધારો પણ જાહેર કરવામાં આવ્યો છે. ખારવા સમાજના વાણોટ પવન શિયાળ, પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્ર જુંગીએ માછીમારોને સાથે રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી જીતુ ચૌધરીને રૂબરૂ રજુઆતો કરી હતી જે અનુસંધાને વિશેષ જાહેરાત સરકારમાંથી કરવામાં આવી હતી. અગાઉ એવા પ્રકારનો નિયમ હતો કે, માછીમારોએ નિર્ધારીત કરેલ કોઈપણ એક જ પંપ ઉપરથી ડીઝલ માછીમારો ખરીદી શકતાં હતાં.
જેમાં ફેરફાર કરીને માછીમારીના હેતુસર વેટ રાહત માટેનું ડીઝલ વિતરણ કરવા માટેની માન્યતા પ્રાપ્ત થયેલ હોવાથી તેવા સરકાર માન્ય કોઈપણ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના ડીઝલ પંપ ઉપરથી રાજયના બોટધારક માછીમારો દ્વારા નિયત થયેલ મર્યાદામાં ખરીદવામાં આવતાં ડીઝલના જથ્થા પર ડીઝલ વેટ રાહત મળવા પાત્ર રહેશે તે પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજયના માછીમારો માટે સરકારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ માછીમારીની ૨૦ મીટરથી ઓછી લંબાઈની હોડીઓમાં વપરાતાં હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ડીઝલ પર વેટ રાહતના વાર્ષિક જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
જેમાં બોટ એન્જીનના ૧ થી ૪૪ હોર્સ પાવરમાં અત્યાર સુધી ૧૩૦૦૦ લિટરમાં વાર્ષિક મળવા પાત્ર હતો. જે હવે નવો વાર્ષિક મળવાપાત્ર જથ્થો ૧૮૦૦૦ લીટરમાં કરી આપવામાં આવ્યો છે. તે જ રીતે ૪૫ થી ૭૪ સુધીમાં ૧૮૦૦૦ને બદલે ૨૪૦૦૦ , ૭૫ થી ૧૦૦માં ૨૩૦૦૦ને બદલે ૩૦,૦૦૦ અને ૧૦૧ અને તેનાથી ઉપર ૨૬૦૦૦ના બદલે ૩૪૦૦૦ સુધી લાભ મળશે. ફીશીંગ બોટ ધારકો માટે ખુબ જ રાહતરૂપ અને ફાયદારૂપ આ ર્નિણયને સેલના કન્વીનર મહેન્દ્ર જુંગીએ આવકાર્યો હતો તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીનો આ સહાય-યોજના જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments