ગુજરાત

પોરબંદરમાં ટ્રાફિક નીયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ફૂલ આપી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી

પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સૂચના મુજબ પોરબંદર મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા પોરબંદર શહેરના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટ્રાફિક શાખાના પીએસઆઇ કે.બી.ચૌહાણ તથા ટ્રાફીક પોલીસ અને ટ્રાફિક બ્રીગેડના જવાનોને સાથે રાખી પોરબંદર શહેરના અલગ-અલગ વિસ્તારોમા ટ્રાફિકની કામગીરી કરવામાં આવી હતી અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં દિવાળીના તહેવારમા લોકો મોટી સંખ્યામા ખરીદી માટે થઇને બજારોમા નીકળતા જાેવા મળ્યાં હતા.

ત્યારે ખરીદી માટે આવતા લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પણ જાેવા મળ્યાં હતા. ટ્રાફિક નિયમનના ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. જેમા શહેરના હનુમાન ગુફા, રાણીબાગ,ડ્રીમલેન્ડ, બંગડી બજાર જેવા વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોને ફૂલ આપી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન નહીં કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી.

Related Posts