ભરૂચના કંથારિયા ગામની પરિણીતાએ પતિ અને સાસુ સામે શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
ભરૂચના કંથારીયા ગામની પરિણીતાએ પતિ અને સાસુ શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. કંથારિયા ગામે પાકીઝા પાર્કમાં રહેતા ઉસ્માબેનના લગ્ન સફવાન ભરૂચી સાથે સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતા. જેમને સંતાનમાં બે વર્ષની દીકરી અલીશા છે. પતિ સાસુ નઝમાબેનની ચઢામણીમાં મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.આ દીકરી પોતાની નહિ હોવાનું ડીએનએ ટેસ્ટ કરાવ તો રહેવા દવ કહી તું બીજા લગ્ન કરી લે તેમ કહેતો હતો. સાસુ પણ તું જતી રહે તો મારા દીકરાના બીજા લગ્ન કરાવું કહી હેરાનગતિ કરતી હતી.પતિના મોબાઈલમાં પરિણીતાએ બીભત્સ ફોટા અને વીડિયો અન્ય સ્ત્રી સાથે જાેઈ લેતા તેને લઈને પણ મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી અને તેના પિતા ઉપર વાહન ચઢાવી દેવાનું કહેતા આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકે પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.
Recent Comments