નર્મદાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પોઇચા દિવાળીના પર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યું
નર્મદા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતા સ્વામિનારાયણ નિલકંઠ ધામ પોઇચા ખાતે હાલ દિવાળીના પર્વ અને ભગવાનના ૯માં પાટોત્સવ નિમિત્તે કલ્યાણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ અને દુનિયાભરમાંથી ૫ લાખ કરતા પણ વધુ ભક્તો અને પ્રવાસીઓ ઉમટે છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વયં શિસ્ત કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. પોઇચા નીલકંઠ ધામ ખાતે દિવાળી પર્વ નિમિત્તે કારતક સુદ બીજથી લાભ પાંચમ સુધી ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ યોજાય છે. આ વર્ષે ૯મોં પાટોત્સવ છે. જેને લઈને મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ પાંચ દિવસ ચાલનારા કલ્યાણ મહોત્સવમાં ભગવાનને ત્રણ ટાઈમ અભિષેક કરવામાં આવે છે. જેમાં કોઈ વાર ૨૫૧ કિલો શુદ્ધ ગાયના દૂધથી અભિષેક કરવામાં આવે છે, જયારે બીજી વાર ૨૫૧ કિલો મધ, ૨૫૧ કિલો દેશી ગાયનું ઘી, ૨૫૧ કીલો ડ્રાઈ ફ્રૂટ, ૨૦૦ કિલો મોતી, ૪૦૦ કિલો ગુલાબની પાંદડીઓ વગેરેથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે. ભક્તો ભગવાનના અભિષેક દરમિયાન દર્શનો લાભ લે છે, અને પ્રવાસી તરીકે એમ્યુઝમેન્ટ પાર્ક તથા સહજાનંદ યુનિવર્સ પ્રદર્શની નિહાળે છે.
Recent Comments