આમ ગણો તો સાવરકુંડલા શહેરનું નવું વર્ષ ઉમંગ ઉત્સાહ સાથે પસાર થયું.. જો કે સાવરકુંડલાના શહેરીજનોના મુખ પર વધતી જતી મોંઘવારીની ચિંતા સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી. સવારના સમયે ખાસકરીને મંદિરોમાં લોકો દર્શનાર્થે ઉમટી પડતાં જોવા મળ્યા હતાં પરંતુ રાત્રિ સમયે મંદિરોમાં ભાવિકોની સંખ્યા સવારની તુલનાએ ઓછી જોવા મળી હતી. લોકો માટે પણ હવે નુતન વર્ષ જાણે એક ઔપચારિક પર્વ બનતું જતું હોય તેવું જોવા મળ્યું હતું. આજથી વીશ પચ્ચીસ વર્ષ પહેલાંની નૂતન વર્ષની ઉષ્મા હવે પ્રતિવર્ષ ઓછી થતી જોવા મળી રહી છે. લોકો પણ આ દિવાળી કે નૂતન વર્ષના પર્વ પર બહાર ફરવાનો મિજાજ ધરાવતાં થતાં જતા હોય તેવું લાગે છે. હા, વોટ્સએપ અને સોશ્યલ મિડિયા દ્વારા લગભગ લોકો નૂતન વર્ષની શુભેચ્છાઓ આપતા જોવા મળે છે. તો વળી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે ટેલીગ્રામ, વોટ્સએપ જેવા ઇલેકટ્રોનિક મિડિયાના માધ્યમો દ્વારા વર્ચ્યુઅલ નૂતન વર્ષની ઉજવણી સ્નેહીઓ સાથે કરતાં જોવા મળે છે. એકંદરે સમય ઈલેક્ટ્રોનિક મીડિયાનો જ છે. બસ આવતાં દિવસો કદાચ લોકો રીયલ લાઇફ ભૂલી જાય અને વર્ચ્યુઅલ લાઇફ તરફ વળે તો ના નહીં કહેતા.. સમય વર્તે સાવધાન..જો કે પ્રસ્તુત તસવીર રિધ્ધી સિધ્ધિનાથ મહાદેવ મંદિરે નૂતન વર્ષના રાત્રિ સમયના દેવાધિદેવ મહાદેવના દર્શનની છે.. ભોળાનાથ સહુનું ભલું કરે.
સાવરકુંડલા શહેરમાં નૂતન વર્ષની ઉજવણી..નાવલી નદી કાંઠે આવેલ રિધ્ધી સિધ્ધિનાથ મહાદેવ મંદિરે લોકો ભોળાનાથના દર્શન કરતાં જોવા મળ્યા

Recent Comments