રાષ્ટ્રીય

ભારતમાં મુસલમાનોને એટલી આઝાદી કે ઈસ્લામિક દેશ વિચારી પણ ન શકે: શાહ ફૈસલ

ઋષિ સુનક બ્રિટનના પીએમ બન્યા બાદ ભારતના અનેક વિપક્ષી નેતાઓ આ વાત પર ઉઠાવ્યા સવાલ, ઋષિ સુનકના બહાને ભારતીય લોકતંત્ર પર નિશાન સાધતા લોકોને કાશ્મીરના સીનિયર શાહ ફૈસલે જડબાતોડ જવાબ આપી કરી દીધી બોલતી બંધ, તેમણે કહી આ ખાસ વાત…જાણો…

ઋષિ સુનક બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતના અનેક વિપક્ષી નેતાઓ હવે એ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભારતમાં પણ અલ્પસંખ્યક સમુદાયના પીએમ શક્ય છે? સવાલ ઉઠાવનારા એ વાત ભૂલી જાય છે કે મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા અલ્પસંખ્યક સમુદાયના ડોક્ટર મનમોહન સિંહ જ ૧૦ વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી પદે હતા. આ ઉપરાંત અનેક મુસ્લિમ અને શીખ રાષ્ટ્રપતિ પણ બની ચૂક્યા છે. હવે આ લોકોને કાશ્મીરના સીનિયર આઈએએસ શાહ ફૈસલે પણ અરીસો દેખાડ્યો છે. વર્ષ ૨૦૦૯માં ૈંછજી માં ટોપર રહી ચૂકેલા શાહ ફૈસલે કહ્યું કે ભારતમાં મુસલમાનોને જેટલી આઝાદી મળેલી છે તેટલી કથિત મુસ્લિમ દેશોમાં પણ નથી. મૌલાના આઝાદથી લઈને ડો.મનમોહન સિંહ, ડો.ઝાકિર હુસૈનથી લઈને રાષ્ટ્રપતિ મુર્મૂ સુધી, ભારત હંમેશાથી બધા માટે સમાન તકોવાળો દેશ રહ્યો છે. ફૈસલે  કહ્યું કે દેશમાં ટોચના પદો સુધી પહોંચવાના રસ્તા હજુ પણ બધા માટે ખુલ્લા છે અને આ બધુ તેમણે પોતે શિખર પરથી જાેયું છે. ઋષિ સુનકના બહાને ભારતીય લોકતંત્ર પર નિશાન સાધતા લોકોને જવાબ આપતા તેમણે કહ્યું કે ઋષિ સુનકનું બ્રિટનના પ્રધાનમંત્રી બનવું એ અમારા પાડોશીઓ માટે જરૂર ચોંકાવનારી વાત હોઈ શકે છે કારણ કે ત્યાંનું બંધારણ બિન મુસ્લિમોને સરકારના ટોચના પદો સુધી પહોંચતા રોકી શકે છે.

પરંતુ ભારતમાં એવું ક્યારેય રહ્યું નથી. અહીં બંધારણમાં જાતીય અને ધાર્મિક અલ્પસંખ્યકોને શરૂઆતથી જ બરાબરના અધિકારો અપાયા છે અને તેમની સાથે ક્યારેય ભેદભાવ થયો નથી. પોતાનું ઉદાહરણ આપતા ૈંછજી શાહ ફૈસલે કહ્યું કે મારી પોતાની જિંદગી પણ એક સફર જેવી છે. હું ૧૩૦ કરોડ દેશવાસીઓ સાથે ખભેથી ખભો મેળવીને ચાલ્યો. અહીં મે બધા માટે પોતાનાપણું, સન્માન, પ્રોત્સાહન, અને દરેક મોડ પર લાડકોડ મહેસૂસ કર્યા છે. આ જ ભારત છે જેને આપણે ઈન્ડિયા પણ કહીએ છીએ. ટિ્‌વટર પર વધુમાં લખ્યું કે આ ફક્ત ભારતમાં જ શક્ય છે કે આતંકવાદ ગ્રસ્ત કાશ્મીરનો એક મુસ્લિમ યુવક ઈન્ડિયન સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કરી શકે છે. ટોપર બન્યા બાદ સરકારના ટોચના વિભાગો સુધી પહોંચી શકે છે. નિયુક્તિ બાદ સરકાર વિરુદ્ધ મોરચો  ખોલે છે. આમ છતાં પણ એ જ સરકાર તેને બચાવે છે અને અપનાવીને ફરીથી તક આપે છે. આ જ ભારતની સુંદરતા છે જે બીજે ક્યાંય મળી શકતી નથી. અત્રે જણાવવાનું કે ૈંછજી ફૈસલ વર્ષ ૨૦૦૯ના ેંઁજીઝ્ર ટોપર રહી ચૂક્યા છે. તેઓ આ ઉપલબ્ધિ મેળવનારા કાશ્મીરના પહેલા યુવા હતા. ત્યારબાદ તેમણે ૨૦ વર્ષ સુધી સરકારી નોકરી કરી. પછી વર્ષ ૨૦૧૯માં તેમણે સરકારમાંથી રાજીનામું આપીને પોતાની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ(ત્નદ્ભઁસ્) બનાવી લીધી અને રાજકારણમાં આવ્યા. આ દરમિયાન સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી અને શાહ ફૈસલ સહિત અનેક નેતાઓની ધરપકડ થઈ. ત્યારબાદ તેમનું રાજકારણમાંથી મન ઉઠી ગયું અને તેમણે સરકારને રાજીનામું પાછું ખેંચવા અંગે અરજી કરી. સરકારે લાંબા વિચાર બાદ આ વર્ષે તે સ્વીકારી લીધી અને તેમને ફરીથી બહાલ કરીને તૈનાતી આપી.

Follow Me:

Related Posts