fbpx
રાષ્ટ્રીય

અધ્યક્ષે લીધો ર્નિણય, આઝમ ખાનને બીજાે ઝટકો, વિધાનસભાનું સભ્ય પદ ગુમાવ્યું

હેટ સ્પીચ કેસમાં ત્રણ વર્ષની સજાની જાહેરાત બાદ રામપુરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. સજાની જાહેરાત બાદ આઝમ ખાન માટે આ સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ફરિયાદી આકાશદાસ સક્સેનાની ફરિયાદને ધ્યાનમાં લેતા વિધાનસભા અધ્યક્ષ સતીષ મહાનાએ આ કાર્યવાહી કરી છે. આકાશ સક્સેનાએ વિધાનસભા અધ્યક્ષ સિવાય કેન્દ્રીય ચૂંટણી પંતને પણ સભ્યપદ રદ્દ કરવાની ફરિયાદ મોકલી હતી. સ્પીકરે સભ્યપદ રદ્દ કર્યા બાદ રામપુર વિધાનસભાનું પદ ખાલી હોવાની સૂચના પણ ચૂંટણી પંચને મોકલી દીધી છે. નોંધનીય છે કે સપા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાનને ગુરૂવારે એમપી-એમએલએ કોર્ટે હેટ સ્પીચ (ભડકાઉ ભાષણ) મામલામાં ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

ત્યારથી તેમનું ધારાસભ્ય પદ જવાનો ખતરો યથાવત હતો. સજાની જાહેરાત બાદ આઝમ ખાનને કોર્ટમાંથી તત્કાલ જામીન મળી ગયા હતા. ગુરૂવારે બપોરે આશરે બે કલાકે એમપીએમએલએની વિશેષ કોર્ટમાં સુનાવણી શરૂ કર્યા બાદ આઝમ ખાનને દોષી ઠેરવતા કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. ચાર કલાકે કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન આઝમ ખાન કસ્ટડીમાં રહ્યાં હતા. આઝમ વિરુદ્ધ ત્રણ કલમો હેઠળ કેસ દાખલ થયો હતો. ત્રણેય મામલામાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન પર ઉડકાઉ ભાષણ આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ભાષણ દરમિયાન આઝમ ખાને પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી પર પણ વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

શું હતો હેટ સ્પીચનો મામલો? જાણો છો?.. જે નોંધનીય છે કે હેટ સ્પીચ સાથે જાેડાયેલો આ મામલો વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. ૨૭ જુલાઈ ૨૦૧૯ના ભાજપ નેતા આકાશ સક્સેનાએ આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આરોપ હતો કે રામપુરની મિલક વિધાનસભા સીટ પર જનતાને સંબોધિત કરતા આઝમ ખાને એક ચૂંટણી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન આઝમ ખાને સીએમ યોગી, પીએમ મોદી અને તત્કાલીન ડીએમને લઈને વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો. ૩ વર્ષ બાદ, ૨૭ ઓક્ટોબર ૨૦૨૨ના આ મામલામાં રામપુરની એમપી-એમએલએ કોર્ટમાં સુનાવણી બાદ આઝમ ખાનને દોષી ઠેરવી દીધા અને સજાની જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts