ઉત્તરપ્રદેશમાં પીકઅપ કાર ચાલકે રસ્તા પર ઊભેલા ૧૦થી વધુ લોકોને કચડી નાખ્યા
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ વિસ્તારના બાયપાસ પર એક અનિયંત્રિત પિકઅપે લગભગ એક ડઝન લોકોને અડફેટે લીધા હતા. લોકો બસની રાહ જાેઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ ઇજાગ્રસ્ત લોકોને રસ્તા પરથી ઉપાડીને બાજુમાં લઈ ગયા. જે બાદ ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણની હાલત નાજુક છે. મળતી માહિતી મુજબ ઘટના સમયે પીકઅપ ચાલક નશાની હાલતમાં હતો. તેણે અનેક ગાડીઓને પણ ટક્કર મારી હતી. પીકઅપ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ચીસો પાડવા લાગ્યા. આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ પીકઅપ ચાલકને પકડી લીધો હતો. આ પછી તેની સાથે મારપીટ કરી પોલીસને હવાલે કરી દીધો હતો. હાલ પોલીસે પીકઅપ ચાલકની ધરપકડ કરીને આગોતરા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એવું કહેવામાં આવે છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે ઘણા લોકો બરેલી જવા માટે બસની રાહ જાેઈને રસ્તા પર ઉભા હતા.
ત્યારે સ્પીડમા પિકઅપે બાયપાસ પર ઉભેલા લોકોને ટક્કર મારી દીધી. જેમાં ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. ઘટના પછી ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી.કેટલાક લોકોએ હિંમત બતાવી અને બરેલી તરફ ભાગવાનો પ્રયાસ કરી રહેલા પીકઅપ ડ્રાઇવરને તેના ત્રણ સાથીઓ સાથે પકડી લીધો અને તેને જાેરદાર માર માર્યો. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલોને રસ્તા પરથી ઉપાડ્યા અને હોસ્પિટલ લઈ ગયા. લોકોએ ઘટના અંગે રિઠોરા પોલીસ ચોકીને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘાયલોને તેમની જીપમાં બેસાડીને બરેલીની જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા. અકસ્માતમાં ઘાયલ ઇન્તખાબ, આશુ ગંગવાર સહિત એકની હાલત ગંભીર છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ લાંબા સમય સુધી હોબાળો પણ કર્યો હતો. પોલીસે પીકઅપના ચાલક સહિત ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
Recent Comments