ગુજરાત

કેબિનેટ મંત્રી હસ્તે મહેમદાવાદના ૪ ગામોમાં રૂ.૬૦૦ લાખના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મહેમદાવાદ તાલુકાના ચાર ગામોમાં કુલ ૬૦૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૪ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા સરપંચ હાજર રહ્યાં હતાં. અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મહેમદાવાદ તાલુકાના જાલમપુરા ગામે કુલ ૨૪૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૫ કિ.મી. નોન પ્લાન રસ્તાનું, હાથનોલી ગામે રૂ. ૧૧૨.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૨.૫ કિ.મી. નોન પ્લાન રસ્તાનું, હલદરવાસ ગામે રૂ. ૨૦૨.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૪.૫ કિ.મી. નોન પ્લાન રસ્તાનું તથા બારમુવાડા (પથાવત ) ગામે રૂ. ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૧ કિ.મી. નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts