મોરબી ઝૂલતા પુલ હોનારતમાં બાળકો સહિત આશરે ૧૩૪ કરતાં વધારે સહેલાણીઓ મૃત્યું પામ્યાં હતાં. આ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પિત કરવા થરાદ યુથ કોંગ્રેસ દ્વારા સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પણ જાેડાયા હતા. થરાદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ જાેષીએ જણાવ્યું હતું કે, સાંજે હનુમાન ગોળઈ બજારથી, ત્રણ રસ્તા રેફરલ થરાદ સુધી કેંડલ માર્ચ યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસ મંત્રી ડીડી રાજપુત, પાલિકાના પુર્વ પ્રમુખ પથુ રાજપુત, પ્રવિણ વરણ સહિત કોંગ્રેસના ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બે મિનીટનું મૌન પાળી મૃતકોના આત્માની શાંતી અને તેમના પરિવાર પર આવી પડેલી આફતમાં સહન કરવાની ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.
થરાદમાં કોંગ્રસ અગ્રણીઓ દ્વારા મોરબી હોનારતમાં મૃતકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ


















Recent Comments