fbpx
ગુજરાત

દેવભૂમિ દ્વારકામાં જાહેરમાં દારૂની ભઠ્ઠી પકડાઈ, કુલ ૧૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જયદેવસિંહ જાડેજા, દેવાભાઈ મોઢવાડિયા તથા નારણભાઈ બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગર સ્થિત જાંબુડીયા નેશ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ધમધમતી દેશી દારૂની ચાલુ હાલતમાં ભઠ્ઠી પકડી પાડી હતી. જિલ્લા પોલીસે જાહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. જ્યાં સ્થળેથી પોલીસે ૨૨૦ લિટર દેશી દારૂ, ૨,૪૦૦ લીટર દારૂ બનાવવાનો આથો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા ૧૦,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દેશી દારૂની આ ભઠ્ઠી જાંબુડીયા નેશ ખાતે રહેતા કારા વેજા રબારી નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જાેકે આ શખ્સ આ સ્થળે મળી આવ્યો નહોતો. આથી પોલીસે કારા વેજા રબારીને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts