ગુજરાત

સુરતમાં ખેતરમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડા,૧૩ જુગારીઓ ૪.૮૧ લાખની મત્તા સાથે પકડાયા

સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભરથાણા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા.ભરથાણા ગામના ખેતરની વચ્ચે ચાલી રહેલા જુગારધામ પર જીસ્ઝ્રની ટીમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જીસ્ઝ્ર દ્વારા ૧૩ જેટલા જુગારીઓને ઝડપી પાડી વધુ તપાસ ઉત્રાણ પોલીસ સ્ટેશનને સોંપી છે. સુરતમાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભરથાણા ગામમાં રેડ કરી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરથાણા ગામમાં જાહેરમાં જુગારધામ ચલાવાઇ રહ્યું છે. જેને જીસ્ઝ્રની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. દરમ્યાન ૧૩ જેટલા જુગારીઓને તેમણે ઝડપી પાડ્યા હતા.

સુરતના ભરથાણા ગામની સીમામાં શેરડીના ખેતરની વચ્ચોવચ જુગારધામ ચલાવાઇ રહ્યું હતું. આ અંગેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી. ખુલ્લા ખેતરમાં મોટા પાયા પર જુગાર રમાતો હોવા છતાં સ્થાનિક પોલીસને આ અંગેની કોઈ જ જાણકારી ન હોય તે માનવામાં આવે તેમ નથી.સ્થાનિક લોક ચર્ચા મુજબ અહીં છેલ્લા ઘણા સમયથી જુગારધામ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા સ્ટેટ સેલની ટીમ દ્વારા રેડ પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

જાહેરમાં જુગાર રમતા ૧૩ જેટલા જુગારીઓને ઝડપી પાડી આગળની તપાસ માટે ઉત્રાણ પોલીસ સ્ટેશનને કામગીરી સોંપી છે. એસએમસીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી ત્યારે ખુલ્લા ખેતરમાં જુગાર રમી રહેલા ૧૩ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે રેડ દરમિયાન ૪.૮૧ લાખ રોકડા ૧૫ મોબાઇલ અને ૫ બાઈક કબ્જે કર્યા હતા.અમરોલીના અનિલ પાંડે અને કમલેશ જૈન આ બે શખ્સો દ્વારા આ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેઓ જુગારધામ પર ત્યાં હાજર ન હોવાથી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.જ્યારે ૧૩ જુગારીઓને રંગે હાથ એસએમસીની ટીમે ઝડપી પાડ્યા છે.

Related Posts