fbpx
અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સીવીલ હોસ્પિટલ ખાતે પહોચી લોકોના ખબર અંતર જાણ્યા

અમરેલીના લાપાળીયા–ગોખરવાળા વચ્ચે માગૅ ઉપર અકસ્માત સજૉયાની સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને જાણ મળતા સાંસદશ્રી તાત્કાલીક શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ–અમરેલી ખાતે ઈજાગ્રસ્ત લોકોના ખબર અંતર જાણવા પહોંચ્યા હતા. સાંસદશ્રીના જણાવ્યા પ્રમાણે સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના અંદાજિત ૩૦ જેટલા લોકો ખાનગી વાહન દ્વારા સામાજીક પ્રસંગ અથેૅ ગયેલ હતા. આ દરમ્યાન અમરેલી તાલુકાના લાપાળીયા–ગોખરવાળા માગૅ ઉપર વાહનનું ટાયર ફાટતા વાહન પલટી મારી જતા અકસ્માત સજૉયેલ હતો.

જે બાબતની સ્થાનિક આગેવાન શ્રી જયસુખભાઈ સાવલીયા દ્વારા જાણ મળતા તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્ત લોકોના ખબર અંતર જાણ્યા હતા. તેમજ હોસ્પિટલના કેમ્પસ ડીરેકટર શ્રી પિન્ટુભાઈ ધાનાણી અને ડોકટસૅ સાથે જરૂરી પરામશૅ કરી ઈજાગ્રસ્ત લોકોને પુરતી અને જરૂરી સારવાર મળી રહે તે માટે તાકીદ કરેલ હતી. આ અકસ્માતમાં ર૭ પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૪ લોકોને રાજકોટ અને ૪ લોકોને ભાવનગર ખાતે સારવાર અથેૅ લઈ જવામાં આવેલ છે અને ૧૯ જેટલા ઈજાગ્રસ્ત લોકોની અમરેલી ખાતે સારવાર ચાલી રહેલ હોવાનું સાંસદશ્રીએ જણાવેલ છે.

Follow Me:

Related Posts