અમરેલી

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને જૂનાગઢનાં ભેસાણથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા રફતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૮૨૨૦૨૯૭ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના કામે છ મહિના પહેલા ધારીમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી , નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા .૦૨ / ૧૧ / ૨૦૨૨ ના રોજ જુનાગઢ જિલ્લાના ભેંસાણથી પકડી પાડી , પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગતઃ ભાવેશ ભીખાભાઇસનુરા , ઉ.વ .૨૩ , રહે.વેકરીયા , નિશાળની સામે , તા.ધારી , જિ.અમરેલી

પકડાયેલ આરોપી ધારીમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાની મજુરી કામે આવતો હોય , અને આ હીરાના કારખાનામાં ફરિયાદીની સગીર વયની દિકરી પણ કામે આવતી હોય , ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts