fbpx
ગુજરાત

સૂતેલી ૧૫ વર્ષની દીકરી પર પિતાએ નજર બગાડી, સગીરાએ બૂમો પાડતાં તેના ભાઇએ બચાવી

શહેરના પોશ વિસ્તારમાં ખાટલામાં સુઇ રહેલ ૧૫ વર્ષની સગીર દીકરી ઉપર તેના પિતાએ નજર બગાડી તેની સાથે શારીરિક અડપલા કરવાનો કિસ્સો બહાર આવ્યો છે. સગીરાએ બૂમાબૂમ કરતાં તેના ભાઇએ દોડી આવી પિતા સાથે ઝપાઝપી કરી હતી. સગીરાએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આરોપી પિતા સામે છેડતી અને પોક્સોનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શહેરના પોશ વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૫ સગીર દિકરી મહેસાણા ખાતે અભ્યાસ કરતી હોવાથી તેની માતા સાથે મહેસાણા રહેતી હતી જ્યારે તેના પિતા વિસનગર રહેતા હતા. જ્યાં દિવાળીના તહેવારોની રજાઓ હોવાથી આ સગીર યુવતી તેના ભાઇ સાથે પિતા પાસે રહેવા આવી હતી. જ્યાં રાત્રે તેના પિતા બહાર ગયા હતા તે દરમિયાન તેણી અને તેનો ભાઇ રૂમમાં સુઇ ગયા હતા. જ્યાં સવારે યુવતીને તેના ખાટલામાં કોઇ સુતેલ હોવાનું જણાતાં તે જાગી ગઇ હતી. જ્યાં જાેતા તેના પિતા તેની સાથે શારિરીક અડપલા કરી રહ્યા હતા જેથી તેણીએ બુમાબુમ કરી મુકતાં તેનો ભાઇ દોડી આવી પિતા સાથે ઝપાઝપી કરી હતી જ્યારે આ સગીર દિકરીને પિતાએ બેટ વડે માર માર્યો હતો. દીકરીએ મહેસાણા ખાતે રહેતી તેની માતાએ તાકીદે ફોન કરી જાણ કરતાં તેની માતા વિસનગર દોડી આવી હતી. પોલીસે છેડતી અને પોસ્કોનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts