‘અવતારઃ ધ વે ઑફ વૉટર’નું દમદાર ટ્રેલર થયું રિલીઝ,એક્શન સીન્સ ઉભા કરી દેશે રૂંવાડા
ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’નું નવું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મની સ્ટોરી વર્ષ ૨૦૦૯માં આવેલી ‘અવતાર’થી આગળની હશે. તમને જણાવી દઈએ કે અગાઉની ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે ૧૩ વર્ષ બાદ આ ફિલ્મનો બીજાે ભાગ ફરી એકવાર લોકો પર પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. પહેલા ભાગની જેમ ફિલ્મના કેરેક્ટર એ જ રહેશે પરંતુ આ વખતે લોકોને પહેલા કરતા વધુ રોમાંચ જાેવા મળશે. આ ફિલ્મ આ વખતે લોકોને પાણીની અલગ દુનિયાનો પરિચય કરાવશે. આ ફિલ્મનું નવું ટ્રેલર અવતારના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં પેન્ડોરાની દુનિયાના શાનદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ જાેઈને તમે પણ દંગ રહી જશો. ટ્રેલર સામે આવ્યા બાદ હવે ફેન્સના રિએક્શન પણ આવવા લાગ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હું ૧૩ વર્ષથી આ ફિલ્મની રાહ જાેઈ રહ્યો છું. હું તેને પહેલા દિવસે જ જાેઈશ. અન્ય એક યુઝરે લખ્યું, ‘હવે આ ફિલ્મની વધારે રાહ જાેઈ શકતો નથી.’ અન્ય યુઝરે લખ્યું, ‘વર્ષોની રાહ જાેયા બાદ આખરે…’ આ સિવાય ઘણા યુઝર્સ આ ટ્રેલર પર ફાયર ઈમોજી પણ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. તેનું ડાયરેક્શન જેમ્સ કેમેરોન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે તેનો પહેલો ભાગ પણ ડિરેક્ટ કર્યો હતો. રિલીઝ થયા બાદ અવતારે દુનિયાભરમાં ધૂમ કમાણી કરી હતી. હવે મેકર્સ આ ફિલ્મ પાસેથી બોક્સ ઓફિસ પર પણ એવા જ પરફોર્મન્સની અપેક્ષા રાખી રહ્યા છે.
Recent Comments