જિલ્લામાં મતદાનના દિવસે વાહનોના દુરઉપયોગ પર નિયંત્રણ
અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. આ આદર્શ આચારસંહિતાનો અમલ ચૂસ્તપણે તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો, કાર્યકરોએ કરવાનો હોય છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી છે. આ અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરઉપયોગ કરી મતદારોને અયોગ્ય રીતે રીઝવી ન શકાય તે હેતુથી અને કોઈપણ પ્રકારની ફરિયાદો ઉપસ્થિત ન થાય તેવા ઉમદા હેતુથી ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે વાહનોના દુરઉપયોગ પર નિયંત્રણ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કોઈપણ રાજકીય પક્ષ કે બિન રાજકીય પક્ષો કે, તેમના ઉમેદવારો કે અપક્ષ અથવા તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજો કોઈપણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો હુકમ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું મતદાનની તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ધી ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ની જોગવાઈઓ અન્વયે સજાને પાત્ર થશે.
Recent Comments