મેમનગર હેલ્મેટ સર્કલ પાસે બાઈક પર સ્ટંટ કરનાર બે યુવકોને પોલીસે પકડી પાડ્યા
મેમનગરના હેલમેટ ચારરસ્તા પાસેથી થોડા દિવસ પહેલાં રાત્રિ દરમિયાન સ્પોર્ટ્સ બાઈક લઈને રોડ પર લોકોના જીવ જાેખમાય તથા આવતા જતા રાહદારીઓને ઈજાનો ભય ઊભો તે રીતે સ્ટંટ કરનારા બેની પોલીસે ધરપકડ કરી છે. વટવાની નિલગિરી સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ઉદયકુમાર ટાંક તથા પાલડીમાં રહેતા જયદેવ કનુભાઈ વાઘેલા બોડકદેવના એનએફડી સર્કલ પાસેથી પસાર થતાં પોલીસે ઝડપી પાડ્યા હતા. જે તે સમયે સ્ટંટ કરનારા આ બંને યુવકોની ઓળખ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કરી હતી. જેમાં બંનેની બાઈક નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. બંનેના વીડિયો સોશિયલ મીડિયામાં વહેતાં થયા હતા. જેમાં ટ્રાફિક હોવા છતાં બંને યુવકો એકબીજાની ઓવર ટેક કરી સ્ટંટ કરતા જાેવા મળ્યા હતા. તેમજ યુવાનોએ બાઈકના ટાયર આગળથી ઊંચા કરી સ્ટંટ કરતાં બાઈક પૂરઝડપે ચલાવી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વહેતાં થયેલા વીડિયો જાેઈને પોલીસ એક્ટિવ થઈ હતી. તાજેતરમાં જ મેમનગર હેલ્મેટ સર્કલ પાસે બે યુવકો બાઇક પર સ્ટંટ કરતા હોવાના વિડીયો વાયરલ થયો હતો. જેના અનુસંધાનમાં ડીસીપી ઝોન વન તેમજ તેમની ટીમ આ યુવકોને ઝડપી લેવા કાર્યરત થઈ ગઈ હતી.સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બંને બાઈકના નંબર મળી આવ્યા હતા અને નંબરને આધારે આ બાઈક પર્સન્ટ કરનાર યુવરાજ સિંહ અને જયરાજસિંહ નામના યુવકો હોવાનો તપાસમાં સામે આવ્યું હતું. જેમની ભાળ મળતાની સાથે જ એલસીબી પીએસઆઇ જાડેજા અને વસ્ત્રાપુર પોલીસની ટીમે તેમને ઝડપી લીધા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડની શરૂઆતથી તાજ હોટલ સુધીના રસ્તા પર અનેક લોકો પસાર થતા હોય છે.
ત્યારે આ જ રોડ પર દિવાળીની રાત્રે બનેલો બનાવ અમદાવાદીઓએ ક્યારે ન જાેયો હોય તેવો જાહેર રસ્તા પર જાેવા મળ્યો હતો. સ્કોર્પિયો કારના બોનેટ પર બેસીને બેફામ ફટાકડા ફોડી રહ્યા હતા અને રસ્તાની વચ્ચે પોતાની કાર ચલાવીને લોકોને રીતસર ડરાવી રહ્યા હતા. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે પણ રોડ-રસ્તા બંધ કરીને રસ્તાની વચ્ચે તથા બે રસ્તાની વચ્ચે ડિવાઈડર પર ફટાકડા ફોડ્યા હતા. આ તમામ લોકો અન્યના જીવને જાેખમમાં મૂકે તે રીતે ફટાકડા ફોડી રહ્યા હતા અને પોતાના વાહન પર બેસીને લોકોને પરેશાન કરી રહ્યા હતા.
હાલ સમગ્ર મામલે સરખેજ પોલીસે આઈપીસી ૨૮૩, ૧૮૮, ૧૩૫, ૨૮૬ અને ૨૭૯ આ ઉપરાંત આ તમામ આરોપીઓને જાણ હતી કે ફટાકડા ફોડવાથી કોઈના જીવનું જાેખમ રહેલું છે છતાં ફટાકડા ફોડ્યા તે મામલે પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ ૩૦૮ પણ ઉમેરી છે. તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
Recent Comments