ગુજરાત

ભાગીદારી પેઢીમાં ખોટ બતાવી બિલ્ડરની પત્ની, એનઆરઆઈ પુત્રો સાથે ૮૦ કરોડની ઠગાઈ

અઠવાલાઇન્સમાં રહેતા બિલ્ડરની પત્ની અને તેના ૨ એનઆરઆઈ પુત્ર સાથે સગા ૩ કાકા અને ૩ પિતરાઇ ભાઈએ ૨ ભાગીદારી પેઢી બનાવી ડાયમંડ જવેલરીનો ધંધો શરૂ કર્યો હતો. ધંધામાં કરોડોની આવક થતી હોવા છતાં ૩ કાકા અને તમેના ૩ દિકરાઓએ ડાયમંડ જ્વેલરી સગેવગે કરી ખોટા હિસાબો બતાવી ભાગીદારી પેઢીમાં ખોટ દર્શાવી ૭૯.૬૭ કરોડની ઊંચાપત કરી હતી. પોલીસે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૦૨માં એડોર્ન જવેલરી જેમાં ગોલ્ડ-ડાયમંડ જવેલરીનું ઉત્પાદન કરી ભારતમાં વેચાણ કરવા ભાગીદારી પેઢી બનાવી હતી. લંબે હનુમાન રોડ પર એફિલ ટાવરમાં લોઅર ગ્રાઉન્ડ ફલોરમાં ૧થી ૧૦ દુકાનોમાં એડોર્ન જવેલરી ધંધો શરૂ કરાયો હતો. આવી જ રીતે અન્ય એક પેઢી એડોર્ન જીઓલી જે સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોન સચિન જીઆઇડીસીમાં આવેલી છે. બન્ને પેઢીઓમાં બિલ્ડરની પત્ની મંજુબેન અને અને તેના ૨ એનઆરઆઈ પુત્રોની ભાગીદારી છે.

બિલ્ડરનો એક પુત્ર રોનક અમેરિકા અને બીજાે પુત્ર નિરવ ઓસ્ટ્રેલિયા રહે છે. એફિલ ટાવરની ૧૦ દુકાનો પૈકી ૧ દુકાન રોનકને ૬ લાખમાં વેચાણ આપી અને કબજા કરાર ૭-૧૧-૧૫ નોટરી રૂબરૂ લખી આપેલા હોય છતાં સૂત્રધાર વિનય પટેલે બિલ્ડરની પત્ની અને પુત્રોની માલિકીની દુકાનનો કબજાે સુપરત નહિ કરી ગેરકાયદે કબજાે ઊભો કર્યો છે. તેમજ બિલ્ડરના પુત્ર નિરવ પટેલના બેંક ખાતામાંથી ૫૦ લાખ ખોટી સહી કરી ટ્રાન્સફર કર્યા હતા. સૂત્રધાર એવા વિનયે ૧-૪-૨૦૦૭ નવું ભાગીદારી ડીડ બનાવ્યું હતું. જેમાં એનઆરઆઈ નિરવની ખોટી સહીઓ કરી હતી. ૧-૪-૨૦૦૭ નિરવ ભારતમાં ન હતો. વળી ભાગીદારી ડીડની રજીસ્ટ્રાર ઓફ ફર્મમાં નોંધણી કરાવવા ફોર્મ-ઈ માં ૬-૫-૨૦૧૦ના દિવસે પણ સૂત્રધાર વિનયે નિરવની ખોટી સહીઓ કરી હતી.

આરોપીઓ અઠવાલાઇન્સ આરોગ્યનગર વાત્સલ્ય બંગલોમાં રહે છે. સમગ્ર કૌભાંડ ઓડિટમાં બહાર આવ્યું છે. આ ઊંચાપતથી આરોપીઓએ મિલકતો ખરીદી કરી હતી. વર્ષ ૨૦૧૬માં બિલ્ડરને આ હકીકતો ખબર પડતા ત્રણેય ભાઈએ તકરાર શરૂ કરી ૨ એનઆરઆઈ પુત્ર અને બિલ્ડરના પરિવારની મિલકત પચાવી પાડવા માટે પાછલી તારીખના બોગસ ડોક્યુમેન્ટો ઊભા કર્યા હતા. બિલ્ડર બાબુ પટેલે ક્રાઇમબ્રાંચમાં આપેલી ફરિયાદના આધારે બિલ્ડરના સગાભાઈઓમાં સૂત્રધાર વિનય પટેલ, કેશુ પટેલ, ક્રાંતિ પટેલ, ભત્રીજા ધ્રુવ અને વિશાલ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે પાંચેયને ૩ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે. એક આરોપી આકાશ પટેલ કેનેડા છે.

Follow Me:

Related Posts