રાજીવ સેન દુઃખી છે કે ચારુ અસોપા તેના પ્રેમના બદલામાં ખોટા આરોપો લગાવી રહી છે. રાજીવના કહેવા પ્રમાણે, ચારુની માતાએ તેને જણાવ્યું હતું કે તેનું કરણ મહેરા સાથે અફેર ચાલી રહ્યું છે. સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના લગ્નજીવનમાં ચાલી રહેલો ખટગાર હવે જગજાહેર થઈ ગયો છે. બંને સતત એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ચારુ જ્યાં દરેક વણસેલી વાત માટે રાજીવને જવાબદાર ગણાવી રહી છે. તે જ સમયે, હવે રાજીવે ચારુના એક્સ્ટ્રા-મેરિટલ અફેર પર મૌન તોડ્યું છે. રાજીવના કહેવા પ્રમાણે ચારુનું અફેર ટીવી એક્ટર કરણ મહેરા સાથે હતું. રાજીવ સેન અને ચારુ આસોપાએ જેટલા ધામધૂમથી લગ્ન કર્યા એટલી જ હલચલથી તેમનું બ્રેકઅપ થઈ રહ્યું છે. બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને ત્યારથી બંનેએ એકબીજા પર આરોપો લગાવ્યા. એક ઈન્ટરવ્યુમાં રાજીવે ચારુના અફેર વિશે વાત કરી હતી. રાજીવ દુઃખી છે કે ચારુને પરિવાર તરફથી આટલો પ્રેમ અને સપોર્ટ મળ્યો, છતાં તે આવું કરી રહી છે. ચારુએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે રાજીવે તેની પ્રેગનેન્સી દરમિયાન તેને દગો આપ્યો હતો.
આના પર રિએક્ટ કરતાં રાજીવે કહ્યું, ‘તે પોતાનું સંતુલન ગુમાવી ચુકી છે અને એક માનવી તરીકે સન્માન ગુમાવ્યું છે. ચારુ દ્વારા જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તેની પાસે કોઈ પુરાવા નથી. આટલો પ્રેમ આપ્યા પછી પણ તે અમારી સાથે આવું કરી રહી છે. હું આ બધું ડિઝર્વ નથી કરતો અને આ બધા માટે હું તેને ક્યારેય માફ પણ નહીં કરું.’ રાજીવે કેટલીક વૉઇસ નોટ્સ શેર કરી છે. તે કહે છે કે ચારુની માતાએ જ તેના અને કરણ મહેરાના અફેર વિશે જણાવ્યું હતું. રાજીવના કહેવા પ્રમાણે, ‘વોઈસ નોટમાં એક વાત સ્પષ્ટ છે કે તે કરણ મહેરા સાથે રોમાંસ કરી રહી હતી. તેણે કરણ સાથે રોમેન્ટિક રીલ પણ બનાવી હતી. આ બધું મને ચારુની માતાએ કહ્યું હતું. તેણી મારા પર આરોપ લગાવી રહી છે જ્યારે તે પોતે શંકાના દાયરામાં છે.


















Recent Comments