ભાવનગર

વિધાનસભાની ચૂંટણી અન્વયે ફરિયાદ સેલની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા જ ભાવનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી.કે પારેખ ની સૂચના અને માર્ગદર્શન મુજબ ફરિયાદ સેલની શરૂઆત કરવામાં આવી છે

જિલ્લા કલેકટરશ્રી દ્વારા રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ઓચિંતી ફરિયાદ સેલની મુલાકાત લેવામાં આવી હતી. કલેકટરશ્રીની આ મુલાકાત દરમિયાન તેમણે દિવસ દરમિયાન આવેલી ફરિયાદ અંગે માહિતી મેળવી હતી તેમજ અરજદારની ફરિયાદને ચકાસી ફોન પર તેનું નિરાકરણ કર્યું હતું.

આ ઉપરાંત કલેક્ટરશ્રી દ્વારા સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ આદર્શ આચાર સંહિતા અંગે સમજ આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૯૫૦  અથવા સી-વિજિલ (C-VIGIL) એપ્લિકેશન પર પણ ફરિયાદ કરી શકે તે માટે કાર્યરત કરી દેવામાં આવી છે.

Related Posts