fbpx
રાષ્ટ્રીય

ઈસ્ટ આફ્રિકાના રવાન્ડામાં તુલસી વૃંદાનો લગ્નોત્સવ વર્ડબૂકમાં નોંધાયો

દરેક ભારતીય વિશ્વના કોઈપણ ખૂણે જાય પરંતુ ત્યાં પોતાની સંસ્કૃતિ,ધર્મ સંસ્કારોને સાથે લેતો જાય છે. આજે વિશ્વને કોઈ પણ ખૂણે વસતો ભારતીય પોતાના ધાર્મિક સંસ્કાર અને પ્રવૃત્તિઓને ઉજાગર રાખવાનો હંમેશા પ્રયત્ન કરતો રહે છે.આવી જ એક  ઘટના ઈસ્ટ આફ્રિકાના રવાન્ડા દેશના પાટનગર કીગાલીમાં બની છે.કીગાલી રવાન્ડાનુ પાટનગર છે. અહીં ખૂબ થોડી માત્રામાં ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે.

અંગેની વાત કરતા કીગાલીથી પરેશ ભટ્ટ એવું કહે છે કે અમો અહીં કીગાલીમાં આવેલા હિંદુ ટેમ્પલ એટલે કે સનાતન મંદિરમાં ઘણાં બધાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. તેમાં લગભગ તમામ ભારતીય લોકો સામેલ થાય છે.સંવત 2078 માં તુલસી વૃંદાના લગ્નનો ઉત્સવ કરવાંમાં આવેલો અને તેનું પુનરાવર્તન સંવત 2079 માં અમો સૌએ સાથે મળીને કર્યું.

આ લગ્નના માંગલિક પ્રસંગો કીગાલીના સનાતન હિંદુ મંદિરમા તા 4 થી 6 નવેમ્બર દરમ્યાન યોજાયા હતાં.મુખ્ય લગ્ન સમારોહ 5 નવેમ્બરના થયો હતો. તુલસી વૃદાનુ કન્યાદાન શ્રીપરેશ ભટ્ટ અને નમિતા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું ઠાકોરજી પક્ષમાં વેવાઈ તરીકે શ્રી દિપક શુક્લ તથા એલોરા શુક્લએ રસમ નીભાવી હતી.    આ લગ્નના તમામ પ્રસંગો ભાવપુર્ણ રીતે ઉજવાયા હતાં.ક્રિચ્ચિયન ધર્મના પ્રદેશમાં ઉજવાયેલો આ ઉત્સવ સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.હિન્દુ મંદિરનાં સ્થાપક ટ્રસ્ટી શ્રી રજનીભાઇ પટેલે આખા આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ત્યાના સ્થાનિક મિડિયા સંયોજક અને શિક્ષણવિદ્દે આ ઈવેન્ટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં રજીસ્ટર કરાવી હતી.અને તેમના વરદ્ હસ્તે કુ.ઉર્વશી જોશીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો રજીસ્ટ્રેશન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.    આફ્રિકા-ઈન્ડીયા ફ્રેન્ડશીપ ફોરમના મિત્રો શ્રી જીતુભાઈ જોશી અને તખુભાઈ સાંડસુરે કાર્યક્રમની અને વર્લ્ડ રેકોર્ડ માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Follow Me:

Related Posts