fbpx
રાષ્ટ્રીય

મોબાઈલ ફોનના પ્લાન માટે હવે ૨૦% વધુ કિંમત ચૂકવવી પડશે, જાણો કેટલો વધશે ભાવ?

મુંબઈઃ દેશમાં જાણીતી ટેલિકોમ કંપનીઓએ ૫ય્ લોન્ચ કર્યું છે. મોબાઈલ નેટવર્ક પર ૪ય્ પછી ૫ય્ની સુવિધા મળશે. તેની સાથે જ કન્ઝ્‌યુમરના મોબાઈલ નેટવર્કની સ્પીડ વધશે. જાેકે સ્પીડની સાથે જ તમારા મોબાઈલનું બિલ પણ ઝડપથી વધશે. એવા સમાચાર છે કે ટેલિકોમ કંપનીઓ ઝડપથી ટેરિફ વધારી શકે છે. ૫જી લોન્ચ કરવાની સાથે જ તેના રોલઆઉટ માટે પૈસાની વ્યવસ્થાના પગલે કંપનીઓને વધુ પૈસાની જરૂર પડશે. તેના પગલે હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવામાં આવી શકે છે. એવા સમાચાર છે કે પોસ્ટપેડ પ્લાન પર ૨૦ ટકાનો વધારો કરવામાં આવી શકે છે. અગાઉ ટેરિફ એક વર્ષ પહેલા વધ્યું છે. હવે કેટલા દરો વધી શકે છે.

દરો વધારવાની જરૂરિયાત શાં માટે છે. અંતે ટેરિફ રિવિઝનની આવશ્યકતા શાં માટે છે. આ અંગે માહિતી આપતા સીએનબીસી-આવાજના અસીમ મનચંદાએ કહ્યું કે ગ્રાહકો માટે મોબાઈલનો ઉપયોગ મોંઘો થવા જઈ રહ્યો છે. ટેલિકોમ કંપનીઓ ઝડપથી ટેરિફ વધારી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટેલિકોમ કંપનીઓ પોસ્ટપેડ પ્લાન પર ૨૦ ટકા દરો વધારી શકે છે. ફિચ રેટિંગ્સ મુજબ ટેલિકોમ કંપનીઓ દ્વારા ક્ન્ઝ્‌યુમર દ્વારા ગ્રાહકોના મોબાઈલના ટેરિફ પ્લાનમાં ૧૫-૨૦ ટકાનો વધારો થઈ શકે છે. જ્યારે ત્નસ્ ફાઈનાન્શિયલનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓ એક વખતમાં દરો વધારશે નહિ.

કંપનીઓ દ્વારા ૨-૩ સપ્તાહમાં ટેરિફના દરો વધારવામાં આવી શકે છે. ટેરિફ વધવાનું કારણ ૫જીને લાગુ કરવા માટે પૈસા એકત્રિત કરવાને ગણવામાં આવી રહ્યું છે. અસીમે આગળ કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા ૫જી રોલઆઉટને ફન્ડ કરવા માટે ટેરિફમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. નવી સર્વિસને યોગ્ય રીતે લાગુ કરવા માટે ૫ય્ કંપનીઓએ ૧.૫થી ૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ દરમિયાન ટેલિકોમ કંપની વોડાફોન-આડિયાના ઝ્રઈર્ંએ પણ દરો વધારવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર ૨૦૨૧માં ટેરિફ ૨૦-૨૫ ટકા વધ્યું હતું.

Follow Me:

Related Posts