fbpx
ગુજરાત

ગાંધીનગરના રાંધેજાનાં ઈસમને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની કેદ, રૂ.૧.૦૫ લાખનો દંડ

ગાંધીનગર રાંધેજાનાં ઈસમે હાથ ઉછીના લીધેલા ૭૭ હજારની સામે આપેલો ચેક બાઉન્સ થવાના કેસમાં ગાંધીનગરનાં પાંચમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આર એમ ક્લોત્રાએ એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧.૦૫ લાખનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના રાંધેજા મુકામે રહેતાં અલ્પાબેન ત્રિવેદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે, તેમના પતિ સંજયકુમાર અને કેતન ભીખાભાઈ પટેલ બંને મિત્રો છે. અને કેતન પટેલ ગામમાં રહેતાં હોવાથી ઓળખતા પણ હતા. ત્યારે કેતન પટેલને પૈસાની જરૂર હોવાથી માર્ચ ૨૦૧૮ માં રૂ. ૭૭ હજારની માંગણી કરવામાં આવી હતી. જેનાં પગલે અલ્પાબેને ૭૭ હજાર રોકડા કેતનને આપ્યા હતા. જેની સામે વાયદા મુજબ પૈસા પરત કરી દેવાની કેતને બાંહેધરી પણ આપી હતી.

પરંતુ વાયદા મુજબનો સમય વીતતા કેતન પાસે રૂપિયા પરત માંગ્યા હતા. જેનાં બદલામાં તેણે જાેકે, આ ચેક જમા કરાવતા ચેક ફંડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે રીટર્ન થયો હતો. બાદમાં અલ્પાબેને વકીલ મારફતે તા.૧૭/૭/૨૦૧૮ ના રોજ આર.પી.એ.ડી. થી કેતનને નોટીસ મોકલી આપી હતી. જે પણ લેફટના શેરા સાથે પરત આવી હતી. આથી અલ્પાબેને ગાંધીનગર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રૂમેનટ એકટની કલમ -૧૨૮ મુજબની ફરીયાદ કરી હતી. જે કેસ ચાલી જતાં પાંચમા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ આર એમ ક્લોત્રાએ આરોપી કેતન પટેલને ઉક્ત ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૧. ૦૫ લાખનો દંડ ભોગવવાનો કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts