ચાણસ્માની યુવતીને એક વર્ષ અગાઉ ભગાડનાર યુવાનના બનેવીએ યુવતી પાછી જાેઈતી હોય તો રૂ.૧૦ લાખની માંગણી કરી મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હોવાની ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા શહેરના ત્રિભોવનગર ખાતે રહેતા અરવિંદભાઇ દેવજીભાઇ પટેલની મોટી દિકરીએ એકાદ વર્ષ પહેલા સાગર ભરતભાઇ ચૌધરી(પટેલ) રહે.ચીખલી તા.નવસારી સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ હતા. તેઓની શોધખોળ કરતા સાગરના બનેવી ધવલકુમાર એમ.પટેલ રહે.વૃંદાવનપાર્ક સોસાયટી વડાગામ તા.ધનસુરાનો અરવિંદભાઇના સાળા ભવનભાઇ હીરાલાલ પટેલ રહે.ચાણસ્માએ સંપર્ક કરી મળવા ગયા હતા તે વખતે રાજીખુશીથી સાગર સાથે પરણાવવા તૈયારી દર્શાવી દિકરીને પાછી મોકલી આપવા કહ્યુ હતુ. પરંતુ ધવલભાઇએ ૫-૧૧-૨૦૨૨ના રોજ અરવિંદભાઇને ફોન પર અપશબ્દો બોલી તારા સાળા ભવનને બહુ પાવર છે તેને ચાણસ્માથી ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમારી દિકરી પાછી જાેઇતી હોય તો રૂ.૧૦ લાખ આપવા પડશ. આ અંગે અરવિંદભાઇએ ચાણસ્મા પોલીસ મથકે શખ્સ ધવલભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
યુવતીને ભગાડી જનાર યુવાનના બનેવીએ યુવતીના પિતાને ધમકી આપી ૧૦ લાખ માંગ્યા

Recent Comments