સાવરકુંડલા એસ. ટી ડેપોમાં આ દિવાળી પછીના દિવસોમાં ટ્રાફિકનો ભારે ધસારો જોવા મળે છે

સાવરકુંડલા એસ. ટી ડેપોમાં આ દિવાળી પછીના દિવસોમાં ટ્રાફિકનો ભારે ધસારો જોવા મળે છે. દિવાળીના રજાના દિવસો પૂર્ણ થલાની અણી ઉપર છે એટલે લોકોનું પણ પોતાના વતનમાંથી શહેર તરફ પ્રયાણ શરૂ થઈ જાય એ પણ સ્વાભાવિક છે વળી હવે તુલસી વિવાહનું પર્વ પૂર્ણ થતાં હવે લગ્નસરાની સિઝન શરૂ થશે એટલે લોકોને લગ્ન પ્રસંગમાં જવા માટે પણ મુસાફરી કરવી પડે એ સ્વાભાવિક છે. આમ આ સમયગાળામાં એસ. ટી.માં પણ ટ્રાફિકનો ધસારો રહે જ. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરત તરફના યાત્રીઓનો ભારે ઘસારો જોવા મળે છે.
એટલે એક તો વેકેશન પૂર્ણ થવાનો સમય અને લગ્નસરાની સિઝન એટલે પછી તો પૂછવું જ શું.? સાવરકુંડલા એસ ટી. વિભાગમાં ટ્રાફિક કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતા અલીહુસેન ભાઈએ પણ જણાવ્યું હતું કે હાલ મુસાફરોનો રશ ઘણો વધુ છે. સાવરકુંડલા ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં જીગ્નેશ ભટ્ટે પણ જણાવ્યું હતું કે હાલ સાવરકુંડલા એસ ટી. ડેપો દ્વારા ચાલતી રાજકોટ, અમદાવાદ અને સુરતની બસોમાં મુસાફરોનો પ્રવાહ ખૂબ વધુ જોવા મળે છે. આમ એસ ટી કર્મચારીઓ લોકોની મુસાફરીની સેવામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.આમ તો મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યા છે ત્યારે પણ ઘર વહેવારના પ્રસંગોમાં તો જવું પડે..જો કે લોકો પણ આવશ્યક હોય તો જ મુસાફરી કરે છે..છતાં એસ ટી બસો મુસાફરોથી ચિક્કાર ભરેલી જોવા મળે છે.
Recent Comments