ભાજપની રાજકોટ પશ્ચિમ-૬૯ બેઠક પર ડો.દર્શિત્તા શાહ, પૂર્વમાં કાનગડ અને દક્ષિણમાં રમેશ ટીલાળાને ટિકિટ અપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રીની ચાલેલી ૩ કલાકની બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ભાજપની લકી બેઠક એવી રાજકોટ પશ્ચિમ-૬૯ પર ડો. દર્શીતા શાહ, રાજકોટ પૂર્વ ૬૮માં ઉદય કાનગડ અને જેમના માટે ખુદ નરેશ પટલે સહિતના પાટીદાર નેતાઓએ લોબિંગ કર્યું હતું એવા પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને દક્ષિણ બેઠકની ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાની કુલ ૮ પૈકી ૭ બેઠક પર ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ધોરાજીને બાદ કરતા તમામ ૭ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની ૩ તેમજ ગ્રામ્યની ૧ બેઠક પર તમામ નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. જયારે જસદણ, જેતપુર અને ગોંડલ બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી છે.
Recent Comments