સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાપુનગર સુંદરમ નગરમાંથી એક યુવકને રૂ.એક લાખના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો. એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.ડી.પરમાર તથા સ્ટાફે બાપુનગર સુંદરમનગરમાં વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા મોહંમદ આઝમ ઉર્ફે ટાઇગર મોહંમદ સલીમ શેખને રોકીને તપાસ કરતા તેની પાસેથી મેફેડ્રોન (૯ ગ્રામ ૬૯૦ મિલીગ્રામ-કિં.રૂ.૯૬,૯૦૦) મળી આવતાં પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ ૮(સી)૨૧(બી),૨૯ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આરોપીના ગુનાહિત ભૂતકાળની તપાસ કરતા તેની વિરુદ્ધ અગાઉ શહેરકોટડા, અમરાઈવાડી, બાપુનગર તથા અન્ય પોલીસ સ્ટેશનોમાં ૨૫ જેટલા ગુના નોંધાયા હોવાનું તેમજ તેની સામે પાસા તેમજ તડીપાર જેવાં અટકાયતી પગલાં લેવાયાં હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આરોપીની પૂછપરછમાં તેણે બાપુનગરમાં રહેતા અસદ પાસેથી આ મેફેડ્રોન મેળવ્યાનું બહાર આવ્યું હતું.
અમદાવાદના બાપુનગરમાંથી રૂ.એક લાખના એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો



















Recent Comments