fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં વાયુ સેનાની આઇએએફ સૂર્ય કિરણ એરોબિક ટીમ દ્વારા એર શો યોજયો

જામનગરમાં વાયુ સેનાની આઇએએફ સૂર્ય કિરણ એરોબિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજવામાં આવ્યો હતો. જામનગરના એરપોર્ટ નજીક આમંત્રિતો અને વિદ્યાર્થીઓની વચ્ચે સૂર્ય કિરણ એરોબિક ટીમના હવાઈ કરતબથી સર્વે મંત્રમુગ્ધ થયા હતા. ભારતીય વાયુસેના ની “સૂર્ય કિરણ” એરોબિક ટીમ દ્વારા જામનગરમાં ૧૧ નવેમ્બરના રોજ સવારે પ્રાંઈવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સૂર્ય કિરણ એરોબિક ટીમના હવાઈ કરતબથી સર્વે મંત્ર મુગ્ધ થયા હતા. આ કાર્યક્રમમા હોક એમ.કે.૧૩૨ એરક્રાફ્ટમાં (એસકેએટી) સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા.

જામનગર શહેરના તમામ નાગરિકો માટે બે દિવસ માટે યોજાયેલા આ શોનું ડિસ્પ્લે નિહાળવા વાયુ સેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા આજે પ્રથમ દિવસે સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ એરપોર્ટ રોડ, પર વ્યવસ્થાં ગોઠવવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત પ્રેષકો-વિદ્યાર્થીઓ- આમંત્રિતો વગેરે સૂર્યકિરણ એરોબિક ટીમના હવાઈ કરતબ નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા. આ સૂર્ય કિરણ એરોબિક ટીમ દ્વારા આવતીકાલે સતત બીજા દિવસે સવારે ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના સ્થળે પણ કાર્યક્રમ યોજાયો છે, જેમાં નગરજનોને આમંત્રિત કરાયા છે.

Follow Me:

Related Posts