ગુજરાત

સુરતમાં અંજની ઈન્ડસ્ટ્રીઝમાં અસામાજિક તત્વોનો દેખાઈ રહ્યો છે આતંક, હથિયારો સાથે ફરતાં સીસીટીવીમાં થયા કેદ

સુરતના અંજની ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વોનો આતંક દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ આ વિસ્તારની અંદર સતત અસામાજિક તત્વો સક્રિય થઈ જતા હોય છે. જે કારખાના છે. તેને બંધ કરાવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ વખતે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાતે ડર ફેલાવવા માટે આ વિસ્તારની અંદર ફરીને કારખાના બંધ કરાવવાનો પ્રયાસ કરાયો છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કામદારોને વધુ વેતનની માંગણી સાથે બે ત્રણ વર્ષ પહેલાં પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ કારખાને દારૂ દ્વારા સમયાંતરે તેમને ભાવમાં વધારો કરાયો હતો. પરંતુ કેટલાક સામાજિક તત્વો જે શાંતિપૂર્ણ માહોલમાં ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. તેમાં પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં લાગેલા કારખાનામાં ચારથી પાંચ જેટલા શકશો. રાતે બંદૂક હાથમાં લઈને તેમજ તીક્ષ્ણ હથિયાર અને ફટકાઓ લઈને ફરતા જાેવા મળ્યા હતા. જેના કારણે ઇન્ડસ્ટ્રીની અંદર એક પ્રકારનો ડરનો માહોલ સર્જાયો છે. અંજંડી ઇન્ડસ્ટ્રીઝની અંદર લુમ્સના કામ કરતા કામદારો પોતાની ભાષામાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઈરલ કરી હતી. જેમાં લખ્યું હતું કે, જે પણ કારખાનામાં જશે. તેના હાથ પગ કાપી નાખવામાં આવશે.

આ પ્રકારની પોસ્ટને લીધે ઇન્ડસ્ટ્રીના કારખાને દારો પણ હાથમાંચી ગયા હતા.તેમના દ્વારા ટેલિફોનિક રીતે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. ભૂતકાળમાં પણ આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આ જ પ્રકારનો માહોલ ઊભો થતાં જે તે સમયે જાણકારી આપવા અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીપી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, અંજની ઇન્ડસ્ટ્રીઝમાં એવો કોઈ ડરનો માહોલ નથી. રાત્રે જે યુવકો ફરી રહ્યા છે. તેમના હાથમાં જે બંદૂક દેખાય છે. તે એરગન છે. કારખાનાનો જ કોઈ વ્યક્તિ છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય માંગુકિયા જણાવ્યું કે ,વારંવાર આ પ્રકારના સામાજિક તત્વો અહીં ડરનો માહોલ ઉભો કરે છે. એના કારણે ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ બગડી રહ્યું છે. જાે આ વ્યક્તિ એરગન લઈને પણ ફરી રહ્યો હોય તો પોલીસે આવા અસામાજિક તત્વોને ઝડપી પાડવા જાેઈએ. પોલીસ કેમ તેમને પકડી રહી નથી. અંજની ઇન્ડસ્ટ્રીના કારખાને દ્વારા ર્નિણય લેવાઇ રહ્યો છે કે, જ્યાં સુધી આવા સામાજિક તત્વને પોલીસ ઝડપી નહીં પડે ત્યાં સુધી કારખાના શરૂ કરવામાં આવશે નહીં.

Follow Me:

Related Posts