સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખના બેનની ટીકીટ કાપી સંદીપ દેસાઈને ટીકીટ આપી છે. જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે જ્યાં કોડી પટેલોના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ત્યારે ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદીમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું. ભાજપ બે બેઠક છોડી તમામ બેઠક પર રીપીટ ફોર્મુલા અપનાવી હતી. પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટીકીટ કાપી સંદીપ દેસાઈને ટીકીટ આપવામાં આવી હતી. સંદીપ દેસાઈને ટીકીટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે. નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આ મામલે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેઓએ વધુ કઈ કહેવાનું ટાળ્યું હતું. ભાજપમાં ચોર્યાસી બેઠક ઉપર ઝંખના પટેલને કોઈપણ કારણ વગર કાપવામાં આવી રહ્યા હોવાની વાતથી ભાજપમાં પણ હવે અસંતોષ જાેવા મળી રહ્યો છે. વિશેષ કરીને ચોર્યાસી બેઠકના મતદારોમાં ખૂબ જ રોષ જાેવા મળી રહ્યો છે. એક જ ચાલે ઝંખના બેન જ ચાલે એના સૂત્રો ચાલ લાગ્યા. સંદીપ દેસાઈ ના ફોટા ઉપર ચોકડી નું નિશાન મારીને એકત્રિત થયેલા લોકોએ વિરોધ નોંધાયો છે.
ભાજપમાં ઘણી વખત એવી પણ ચર્ચા થતી હોય છે કે શિસ્તના નામ પર મહુડી મંડળે લીધેલા ર્નિણયને પડકારવામાં આવતો નથી અને જાે કોઈ પડકારવા જાય છે. તો તેની કારકિર્દી ખરાબ થઈ જાય છે માટે પોતાની રાજકીય કારકિર્દીને ચાલુ રાખવા માટે ભાજપમાં સીધી રીતે કોઈ અન્ય પક્ષોની જેમ વિરોધ નોંધાવા જતું નથી. ઝંખના પટેલને લઈને હવે ધીરે ધીરે વધુ મામલો ગરમોય રહ્યો છે. રાજા પટેલ કોળી પટેલ સમાજમાં અગ્રણી તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેમના આ વિસ્તારમાં કરેલા કામોને કારણે તેમની દીકરી ઝંખના પટેલ પણ જ્યારે રાજકારણમાં આવી ત્યારે સ્થાનિક લોકોએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો તેના કારણે તે ભારે લીડથી જીતતી રહી છે. પરંતુ આ વખતે ભાજપમાં જ વાહલા દાવલાની નીતિને કારણે ઝંખના પટેલનું પત્તું કાપવામાં આવી રહ્યું છે. જાે આજ પ્રકારનો કાંઠા વિસ્તારમાં સતત મતદારોનો રોજ જાેવા મળે તો ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન પણ સહન કરવું પડે શકે છે.
સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે ઝંખના બેન અમારા માનનીય નેતા અને આગેવાન છે. એટલે બીજાે કોઈ પ્રશ્ન રહેતો નથી. હું તેઓને મળવાનો પણ છું. તેમજ કોળી સમાજના આગેવાનોને મળીને બધા ભેગા મળીને ચુંટણીના કામે લાગવાના છીએ, જાે કે આ મામલે તેઓએ બીજું કઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. સ્થાનિક રહેવાસી દિપક પટેલે જણાવ્યું કે ૧૯૭૫ થી આ બેઠક ઉપર કોળી પટેલ ઉમેદવાર રહ્યો છે અને તે વિજય થયો છે. કોળી પટેલ મતદારો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને આ બેઠક ઉપરથી વિજય અપાવતા રહ્યા છે. આ વખતે કોળી પટેલને ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ટિકિટ આપવામાં આવી નથી. ભાજપ આ બેઠક ઉપરથી કોળી પટેલને ટિકિટના આપીને કોળી પટેલનું નિકેતન કાઢવાની માનસિકતા રાખી રહ્યું છે ત્યારે અમે સ્પષ્ટ શબ્દોમાં ભાજપને કહીએ છીએ કે અમે ભાજપનો નિકંદન કાઢી નાખીશું. ઉમેદવાર નું નામ ૨૪ કલાકની અંદર જાે બદલવામાં ન આવે તો અમે ભાજપના એક પણ નેતાને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં.


















Recent Comments