fbpx
ગુજરાત

વડોદરાની વાઘોડિયા બેઠક પર સત્યજીતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતા કોંગ્રેસમાં ભડકો

કોંગ્રેસ દ્વારા રાત્રે ૩૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક ઉપર પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને ડભોઇ બેઠક ઉપર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક ઉપર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજીતસિંહ ગાયકવાનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના ૧૦૦ હોદ્દેદારો સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામુહિક રાજીનામા આપી દીધા છે. વાઘોડિયા વિધાનસભામાં બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવાની માંગ સાથે રોષ ઠાલવ્યો છે.

રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાતાની સાથેજ ગ્રામ્યના કોંગ્રેસના હોદ્દેદારો કોયલી ગામ સ્થિત કોંગ્રેસ અગ્રણી યોગપાલસિંહ ગોહિલના નિવાસ્થાને એકઠા થયા હતા. અને મધરાત સુધી ચાલેલી ચર્ચાના અંતે તા.૧૪ નવેમ્બરના રોજ સવારે એકઠા થઇ કોંગ્રેસના સભ્ય પદેથી સામુહિક રાજીનામા આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

રાત્રે લેવાયેલા ર્નિણયના પગલે સવારે વડોદરા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો કોયલી કોંગ્રેસ અગ્રણી યોગપાલસિંહ ગોહિલના નિવાસ સ્થાને એકઠા થયા હતા અને વાઘોડિયાની બેઠકના દાવેદાર યોગપાલસિંહ ગોહિલ, દિલીપ ભટ્ટ, માજી તાલુકા પ્રમુખ કનુભાઇ ગોહિલ, વર્તમાન તાલુકા પ્રમુખ પ્રવિણભાઇ મકવાણા, માજી જિલ્લા સદસ્ય વસરામભાઇ રબારી, માજી જિલ્લા સદસ્ય નરેન્દ્ર પરમાર, પારૂબહેન મકવાણા, હિનાબા ગોહિલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોએ સામુહિક રાજીનામા આપી દીધા હતા. અને આયાતી ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક યોગપાલસિંહ ગોહિલને વાઘોડિયા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાની ઉગ્ર માંગણી કરી હતી.

Follow Me:

Related Posts