પૂર્વ અમદાવાદમાં શહેર કોટડામાં રહેતા આધેડને એક્ટિવા પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયાર બતાવીને લૂંટી લીધો હતો. મેમ્કોમાં રહેતા સાયરલાલ પહાડિયા ૨૫ ઓક્ટોબરે બપોરે હીરાવાડી શાકભાજી લેવા માટે જતા હતા તે દરમિયાન વીરસાવરકર સ્પોર્ટ્સ સંકુલ પાસે રોંગ સાઇડમાં ટુ વ્હિલર પર આવેલ બે અજાણ્યા શખ્સોએ સાયરલાલને ઉભા રાખી ચપ્પુ બતાવીને તેમની પાસેથી સોનાની બે વીંટીઓ અને સોનાનો દોરો લૂંટીને હીરાવાડી તરફ ભાગી ગયા હતા. જ્યારે સાયરલાલે થોડા અંતર સુધી પીછો પણ કર્યો હતો, પરંતુ શખ્સો પલાયન થઇ ગયા હતા. ત્યારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના પૂર્વના શહેર કોટડામાં હથિયાર બતાવી આધેડને લુંટ્યા


















Recent Comments