ગુજરાત

કડીના અબલીયારા ગામે જુની અદાવતમાં યુવાન પર છરી વડે હુમલો કર્યો

કડી તાલુકાના અબલિયારા ગામે નજીવી બાબતમાં છરી વડે યુવાન હુમલો કરાયો હતો. જૂની અદાવત રાખીને ગામના જ યુવાનને ગામના ૪ ઈસમોએ છરી વડે હુમલો કરતા યુવાનને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. યુવાનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાવલુ પોલીસે ૪ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડી તાલુકાના આંબલીયારા ગામે રહેતા વિજય ઠાકોર કે જે પોતે ખેત મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે પોતે રાત્રી દરમિયાન જમી પરવારીને પોતાના ઘરેથી ચાલતા તેમના ગામમાં આવેલી શાળા પાસેથી ગ્રામ પંચાયત તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન તેમના જ ગામના ગિરીશ ઠાકોર, નિખિલ ઠાકોર, કિશન ઠાકોર સહીતા ૪ ઈસમો ત્યાં છરી લઈને આવી પહોંચ્યા હતા. ત્યાં ગિરીશ ઠાકોરે વિજય ઠાકોરને કહ્યું કે, તું દેવ દિવાળી એ મને કેમ બોલતો હતો.

તેવું કહેતા વિજયએ કહ્યું કે એ વાત હવે પૂરી થઈ ગઈ છે અને મારે કોઈ મગજ મારી કરવી નથી. તેવામાં આવેલા ચાર ઈસમો ઉસકેરાઈ જઈને ગાળા ગાળી કરવા લાગ્યા હતા અને છરી વડે વિજય ઉપર હુમલો કરાતા વિજયને મોઢાના ભાગે છરી વાગતા તે લોહી લુહાર થઈ ગયો હતો. તેઓ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વિજયને વધુ માર માંથી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત યુવાને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિજયને મોઢાના ભાગે ૫ ટાંકા આવ્યા હતા અને ઘટનાની જાણ બવાલુ પોલીસને થતા પોલીસે ૪ ઈસમો વિરુદ્ધ ગુનો લોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Posts