fbpx
ગુજરાત

મહેસાણાના પીલાજીગંજ વિસ્તારમાં લોકોની અવરજવર વચ્ચે બાઈકની ચોરી થઇ, સીસીટીવીમાં કેદ થઈ

મહેસાણા શહેરમાં ચોરીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણા શહેરમાં આવેલા પીલાજી ગંજ વિસ્તારમાં દુકાન પાસે પાર્ક કરેલી બાઈકની લોકોની અવરજવર વચ્ચે તસ્કરે ઉઠાંતરી કરી હતી. જે બાદ રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર બાઈક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જે અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. મહેસાણા શહેરમાં ૧૨ નવેમ્બરની સાંજે પીલાજી ગંજ વિસ્તારમાં આવેલા જાેકીના શો રૂમ આગળ પાર્ક કરેલી બાઈકને ભરી બજારમાં એક તસ્કર સાંજના સમયે ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Follow Me:

Related Posts