fbpx
રાષ્ટ્રીય

આખરે આ નાર્કો ટેસ્ટ છે શું કે અપરાધીઓ સત્ય બોલવા લાગે છે? કેવી રીતે પૂછાય છે સવાલો..

દિલ્હીમાં ઘટેલા શ્રદ્ધા હત્યાકાંડે સમગ્રે દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કોર્ટે શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબની પોલીસ કસ્ટડી ૫ દિવસ માટે વધારી દીધી છે. આ સાથે જ કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી આપી દીધી છે. નાર્કો ટેસ્ટમાં મોટા મોટા અપરાધીઓ સત્ય ઓકી નાખે છે. નાર્કો ટેસ્ટથી ખૂંખાર અપરાધીઓ પણ ડરે છે. ત્યારે આ નાર્કો ટેસ્ટ છે શું અને કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે જાણવું જરૂરી છે. અત્રે જણાવવાનું કે કોર્ટે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટ કોર્ટની પરવાનગી વગર થઈ શકે નહીં. જાે કોઈ પોલીસકર્મી આમ કરે તો તે ગુનો બને છે. નાર્કો ટેસ્ટ માટે કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે. અપરાધી ભલે ગમે તેટલો મોટો હોય પરંતુ તેનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટની મંજૂરી લેવી જ પડે છે. અત્રે જણાવવાનું કે એક એક્સપર્ટ ટીમ જ નાર્કો ટેસ્ટ કરી શકે છે.

આ ટીમમાં ડોક્ટર, ફોરેન્સિક એક્સપર્ટ, તપાસ અધિકારી, મનોવૈજ્ઞાનિક અને પોલીસકર્મી સામેલ હોય છે. નાર્કો ટેસ્ટ માટે પહેલા તો એક એક્સપર્ટ ટીમ બનાવવામાં આવે છે. નાર્કો ટેસ્ટમાં અપરાધીને ટ્રૂથ ડ્રગ આપવામાં આવે છે. જેનાથી તે સાચું બોલવા લાગે છે. ટ્રૂથ ડ્રગને ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. ટ્રૂથ ડ્રગના કારણે વ્યક્તિ થોડી મિનિટથી લઈને લાંબા સમય માટે અર્ધબેભાન હાલતમાં જતો રહે છે. આ સમયગાળો તેને કેટલો ડોઝ આપવામાં આવ્યો છે તેના પર ર્નિભર હોય છે. આવી અર્ધબેભાન હાલતમાં તે બધુ સાચુ બોલતો જાય છે.

અને શું તમે જાણો છો કે સૌપ્રથમ આ ટેસ્ટ વિષે વર્લ્ડ વોરમાં યાતના ઝેલી ચૂકેલા સૈનિકોએ જણાવ્યું હતું સત્ય.. અને એ પણ કહ્યું કે આ ટેસ્ટ બહુ ખતરનાખ અને ખુબ જરૂરી પણ છે. અને એ સૈનિકોએ જણાવ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાંબા સમય સુધી યુદ્ધબંદી રહી ચૂકેલા સૈનિકો જ્યારે પાછા ફર્યા ત્યારે ખુબ હિંસક થઈ ગયા હતા. અનેક સૈનિકોએ તો આત્મહત્યા કરી નાખી. ત્યારબાદ આ ડ્રગ આપીને તેમની પાસેથી સત્ય જાણવામાં આવ્યું હતું કે કેદમાં હતાં ત્યારે તેમણે કેવી કેવી યાતનાઓ ઝેલી હતી. એકવાર સત્ય સામે આવ્યા બાદ આવા સૈનિકોની સારવાર કરવી સરળ બની ગઈ હતી.

Follow Me:

Related Posts