fbpx
ગુજરાત

જમવાનું લેવા ગયેલી તરૂણીની છેડતી થતા ભરૂચ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા

ભરૂચ પોલીસ ઘટનાની ગંભીરતા ને મહત્વ આપી તાત્કાલિક એક્સન માં આવી એ એક ખુબ સારી વાત છે, આ કિસ્સા માં ભરૂચ ના એક ગામની તરૂણી તેના મામાના પુત્ર સાથે મેકડોનલ્ડ પર પાર્સલ લેવા ગઇ હતી. જ્યાં તુલસીધામ વિસ્તારના એક યુવાન અને તેના સાગરિતોએ તેની છેડતી કરી હતી. ઉપરાંત એક્ટિવા પર તેમનો પિછો કરી અશ્લિલ હરકતો કરતાં મામલો ગરમાતાં ચારેયે મળી તરૂણી અને તેના ભાઇ પર હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તરૂણીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. ભરૂચ શહેરને અડીને આવેલાં એક ગામમાં રહેતી અને અભ્યાસ કરતી તરૂણી ગઇકાલે રાત્રીના સમયે તેના મામાના પુત્ર સાથે મેકડોનલ્ડ ખાતે ગઇ હતી.જ્યાંથી તેમણે પાર્સલ ખરીદી તેમની ગાડી પર પરત ઘર તરફ આવી રહ્યાં હતાં.

તે વેળાં તુલસીધામ ખાતે રહેતો ઋષભ વસાવા તેમજ મહાદેવ નગરનો સ્વપ્નિલ તથા અન્ય બે સાગરિતોએ અલગ અલગ એક્ટિવા પર તેમનો પિછો કરવા સાથે ચાલુ ગાડીએ તરૂણીને અશ્લિલ ઇશારોઓ કરી હેરાન કરતાં હતાં. જેના પગલે તરૂણીએ તેમજ તેના ભાઇએ તેમને ટોકવા જતાં ચારેયે ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. દરમિયાનમાં ઋષભે તેની પાસેની તલવારથી મારી ઇજાઓ કરી હતી. બન્નેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવને પગલે તરૂણીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસીની તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

Follow Me:

Related Posts