ગુજરાત

ગાંધીનગરના પોલીસ કર્મચારીએ ઘ-૩ સર્કલમાં ઘૂસાડી કાર, સદનસીબે ટળી મોટી દુર્ઘટના

ગાંધીનગરમાં સવારના સમયે અમદાવાદથી આવતી શિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ કારને ઘ – ૩ ના સર્કલમાં ઘુસાડી દેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે દારૂના નશામાં પોલીસ કર્મચારી કાર ચલાવતો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં સવારના અમદાવાદ તરફથી આવતી શિફ્ટ કાર બેફામ ગતિએ ડિવાઇડર કૂદીને ઘ – ૩ સર્કલમાં ઘૂસી ગઈ હતી. જેનાં કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જાે કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઇ નથી. પરંતુ લોકોના કહેવા મુજબ કારનો ચાલક પોલીસ કર્મચારી હતો . અને પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં હતો. જ્યારે સાયકલ લઈને સ્કૂલે જતી એક કિશોરી કારની અડફેટે આવતાં રહી ગઈ હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related Posts